ઓસ્ટ્રેલિયામાં ભારતીય ડ્રાઇવર પ્રદીપસિંહ પર વંશીય ટિપ્પણી પછી મારપીટ

Wednesday 24th May 2017 08:57 EDT
 

મેલબોર્નઃ ભારતીય ડ્રાઇવર પ્રદીપસિંહ ઓસ્ટ્રેલિયા હોસ્પિટાલિટીના અભ્યાસ માટે આવ્યો હતો. તે પાર્ટટાઇમ ટેક્સી ચલાવે છે. તેણે કહ્યું કે, ૨૨મીએ રાત્રે તે એક યુગલને એક રેસ્ટોરાંમાં લેવા ગયો હતો. પ્રદીપે કહ્યું કે, મુસાફર મહિલા અને એના સાથીને કેબમાં બેસાડ્યા પછી રસ્તામાં મહિલાને ઊલટી થઈ, તે વારંવાર દરવાજો ખોલતી હતી. મેં તેમને કહ્યું કે, ગાડી ગંદી થશે તો તેની સફાઈના પૈસા તેમણે આપવા પડશે. તો મહિલા અને તેની સાથેનો માણસ સાથે કારમાંથી નીચે ઊતર્યાં અને મહિલાએ મને ગાળોદેવા સાથે ‘યુ બ્લડી ઇન્ડિયન’ કહ્યું. એ પછી મહિલાના સાથીએ મારી સાથે મારામારી શરૂ કરી દીધી. પોલીસે આ બંનેની હાલમાં તો ધરપકડ કરી છે.


comments powered by Disqus