કેટરિના સાથે રોમાન્સ કરતાં દેખાશે બાહુબલી

Wednesday 24th May 2017 06:59 EDT
 
 

ફિલ્મ ‘બાહુબલી-૨’ની વિક્રમી સફળતાથી તેના કલાકારો પણ ખુશ છે. ફિલ્મની સફળતા બાદ બાહુબલીનું પાત્ર નિભાવનારા હીરો પ્રભાસની માગ વધી ગઈ છે. તેની આવનારી ફિલ્મ ‘સાહો’નું ટીઝર ‘બાહુબલી-૨’ની સાથે જ રજૂ થયું હતું. સમાચાર છે કે આ ફિલ્મમાં પ્રભાસની સાથે કેટરિના કૈફ દેખાઈ શકે છે. બાહુબલી માટે પોતાના પાંચ વર્ષ આપનારા પ્રભાસ અમેરિકામાં રજાનો આનંદ માણી રહ્યા છે. રજા માણીને તે જ્યારે પાછા આવશે ત્યારે તે પોતાની આવનારી ફિલ્મ ‘સાહો’ માટે શૂટિંગ શરૂ કરશે. અત્યારે કેટરિના પોતાની આવનારી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’નું શૂટિંગ સલમાન ખાન સાથે કરી રહી છે. ‘સાહો’ આ વર્ષના અંતમાં રજૂ થવાની વકી છે.


comments powered by Disqus