નવી પેઢી ઝડપથી ટેકનોલોજીની વ્યસની બની રહી છે. તેમના હાથમાં હવે આખો દિવસ સ્માર્ટફોન જોવા મળે છે. તેઓ અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિ કોરાણે મૂકીને હવે સ્માર્ટફોનની સ્ક્રીન પર જ નજર માંડતા જોવા મળે છે. બાળકો ડિજિટલ હેરોઈનનાં બંધાણી તો નથી બની રહ્યા ને? આ અંગે માતાપિતાએ હવે સાવધ રહેવાની જરૂર છે. આજના બાળકો સ્માર્ટફોન, ટેલિવિઝન અને ટેબ્લેટનાં એટલા બંધાણી બની ગયા છે કે તેમને હવે ડ્રગ્સ અને આલ્કોહોલનું વળગણ છૂટી રહ્યું છે. છેલ્લા એક દોઢ દાયકાથી આ વલણ બદલાયું છે અને યુવાનો પણ સ્માર્ટફોનનાં વ્યસની બની રહ્યા છે. ફોનની ટેકનોલોજીએ તેમને ફોનનાં ગુલામ બનાવી દીધાં છે.
ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ વધારે
જે બાળકો રોજ ત્રણ કલાક સ્માર્ટફોન પર રચ્યાપચ્યા રહે છે અને તેમની નજર સ્માર્ટફોનની સ્ક્રીન પર જ હોય છે તેવા બાળકોને ટાઈપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધુ રહે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દરરોજ ૪ કલાક અને ૧૧ મિનિટ ઇલેક્ટ્રોનિક સ્ક્રીન સામે બેસી રહે છે. જ્યારે ૫થી ૧૫ વર્ષનાં યુવાનો ૫ કલાક ૩૩ મિનિટ સ્માર્ટફોન જોવામાં ગાળે છે. આથી જેઓ સતત સ્માર્ટફોનનાં સ્ક્રીન સામે રહે છે તેમને ટાઈપ-ટુ ડાયાબિટીસ થઈ શકે છે. ટાઈપ-વન ડાયાબિટીસ વ્યક્તિની જીવનશૈલીને કારણે થતો નથી અને તેને રોકી શકાતો નથી. જ્યારે ટાઈપ-૨ ડાયાબિટીસ શરીરમાં જ્યારે મેદ વધે ત્યારે થાય છે. જેને કારણે શરીરમાં જ્યારે ઇન્સ્યુલિન બનતું નથી. પરિણામે શરીરમાં બ્લ્ડ શુગરનું પ્રમાણ વધે છે કે ઘટે છે. એક દાયકામાં ડાયાબિટીસનાં દર્દીઓના પ્રમાણમાં ૬૦ ટકાનો વધારો થયો છે.
સ્માર્ટફોન મગજ માટે પરિવર્તનકારી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ્સ એબ્યુઝના ડિરેક્ટર નોરા વોલકોવાનાં જણાવ્યા મુજબ યુવાનો અને બાળકો જે રીતે ડ્રગ્સનાં બદલે સ્માર્ટફોન અને આધુનિક ટેકનોલોજીના બંધાણી બની રહ્યા છે તેથી સાવધ રહેવાની જરૂર છે. જ્યારે ફોન પર કોઈ પણ ગેમ્સ રમે છે ત્યારે કંઈ શીખે છે. તેમના માટે તે નવો જુસ્સો અને જોમ જગાવતું માધ્યમ બન્યું છે.
બાળકોનાં ડ્રગ્સ અને અન્ય વ્યસનોમાં ઘટાડો
મોનિટરિંગ ઓફ ફ્યૂચર સ્ટડીનાં અભ્યાસ મુજબ ૧૯૯૦નાં દાયકા પછી અમેરિકામાં યુવાનોમાં ડ્રગ્સ, આલ્કોહોલ અને તમાકુનું વ્યસન ઘટતું ગયું છે અને તેનો દર ઘટતો ગયો છે. અગાઉના વર્ષોમાં જે યુવાનો ૧૪ વર્ષ, ૧૫ વર્ષ, ૧૬ વર્ષની ઉંમરે મારિજુઆના સિવાયનું અન્ય ડ્રગ્સ લેતા હતા તેમનાં ૧૯૯૧ પછીનાં શરૂઆતનાં ૧૨ મહિનામાં અનુક્રમે ૫ ટકા, ૧૦ ટકા અને ૧૪ ટકાન ઘટાડો થયો છે. અમેરિકામાં સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓ અગાઉનાં વર્ષમાં ડ્રગ્સ લેતા હતા તેમાં ૨૦૧૫ અને ૨૦૧૬માં આ ઘટાડો થયો હતો. એન્ટી ડ્રગ્સની ઝુંબેશ તેમને વ્યસન છોડાવવા ગયા નિષ્ફળ ગઈ હતી પણ બાળકો અને યુવાનો હવે સ્માર્ટફોનનાં એવા બંધાણી બની ગયા છે કે તેમનું ડ્રગ્સ અને આલ્કોહોલનું વ્યસન ઘટી રહ્યું છે.

