તો ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝનો બહિષ્કાર કરશેઃ વોર્નર

Wednesday 24th May 2017 07:06 EDT
 
 

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વચ્ચે આવકની વહેંચણીના મુદ્દે ચાલતો વિવાદ વધારે વકર્યો છે. હવે ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે એવી ચીમકી આપી છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) આ મામલે સંતોષકારક ઉકેલ નહીં લાવે તો ઓસ્ટ્રેલિયન ટીમ આગામી એશિઝ શ્રેણીનો બહિષ્કાર કરશે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ સધરલેન્ડ દ્વારા તાજેતરમાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિયેશન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની શરત નહીં સ્વિકારે તો પ્લેયર્સને રોજગારી ગુમાવવી પડી શકે છે.' આની સામે વોર્નરે જણાવ્યું છે કે 'વાત વધારે વણસશે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે એશિઝમાં મોકલવા માટે ટીમ જ નહીં હોય. અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને શરમજનક સ્થિતિમાં મૂકવા માગતા નથી. હવે શું નિર્ણય લેવો તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હાથમાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પ્રકારનો મુસદ્દો ઘડશે તેના માટે અમે તૈયાર હતા. દરેક પ્લેયર્સ આ સ્થિતિનો એકસાથે મળીને સામનો કરશે.


comments powered by Disqus