પાકિસ્તાનના સ્પિનર મોહમ્મદ નવાઝ પર બે મહિનાનો પ્રતિબંધ

Wednesday 24th May 2017 08:44 EDT
 
 

લાહોરઃ પાકિસ્તાન સુપર લીગમાં બુકીએ કરેલા સંપર્કની વિગતો પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડથી છુપાવનારા સ્પિનર મોહમ્મદ નવાઝ પર બે મહિનાનો પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત નવાઝને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. નવાઝ પરનો પ્રતિબંધ ૧૬મી મેથી અમલી બન્યો છે. જો તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નક્કી કરેલા માપદંડને અનુસરશે તો તે એક મહિના બાદ પણ ક્રિકેટમાં પુનરાગમન કરી શકે તેમ છે.
આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવાઝ સાથેનો કરાર સસ્પેન્ડ કર્યો છે. બોર્ડે તેને વોર્નિંગ આપી છે કે, હવે તે ફરી એન્ટી કરપ્શન કોડનો ભંગ કરશે તો તેને વધુ આકરી સજા થશે.


comments powered by Disqus