સંસ્થા સમાચાર તા. ૨૭-૫-૨૦૧૭ માટે

Tuesday 23rd May 2017 15:29 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૮-૫-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • મંગળવાર તા.૩૦-૫-૧૭ થી શુક્રવાર તા.૨-૬-૧૭ સુધી સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન પૂ.સ્વામી વિવેકાનંદજીનું ધાર્મિક પ્રવચન • શનિવાર તા.૩-૬-૧૭ સાંજે ૮થી રાત્રે ૨ દરમિયાન ભજન સંધ્યા. સંપર્ક. 01772 253 901
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા સ્વામી ચિન્મયાનંદજીના મુખે ગોપીગીતનું ગુરુવાર તા.૧-૬-૧૭થી બુધવાર તા.૭-૬-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન ગુર્જર હિંદુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, ઈલ્ફર્ડ એવન્યુ, ક્રોલી, RH11 0AFખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તારા સંસ્થાન, ઉદયપુરના લાભાર્થે ભજન અને સંગીત કાર્યક્રમોનું - શુક્રવાર તા.૨-૬-૧૭ સાંજે ૭થી રાત્રે ૯.૩૦, શ્રી હિંદુ મંદિર, ૩૪, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર, LE5 4BD – શનિવાર તા.૩-૬-૧૭ બપોરે ૨થી સાંજે ૫, બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 161 684
• નારાયણ સેવા સંસ્થાન, યુકે દ્વારા પૂ.દિલીપભાઈ જોશીની કથાનું મંગળવાર ૩૦-૫-૧૭ અને બુધવાર તા.૩૧-૫-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી કૃષ્ણ મંદિર, હાઈસ્ટ્રીટ લીમીંગ્ટન સ્પા CV31 3AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રમોદભાઈ 07504 458 048
• સિટી હિંદુ નેટવર્ક અને સિટી શીખ્સ નેટવર્ક દ્વારા શુક્રવાર તા.૨૬-૫-૧૭ સાંજે ૬થી રાત્રે ૯ દરમિયાન ‘જનરલ ઈલેક્શન ૨૦૧૭ હસ્ટિંગ્સ’નું ચાર્ટર્ડ ઈન્સ્યુરન્સ ઈન્સ્ટિટ્યુટ, એલ્ડરમેનબરી, લંડન EC2V 7HY ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ૦૦૦૦૦૦
• બ્રજરસ મંડળ ટ્રસ્ટ દ્વારા • શનિવાર તા.૧૦-૬-૧૭ બપોરે ૧થી ૪ સ્વામી શ્રી કૃષ્ણદાસજી દ્વારા ‘સ્ટ્રેસ ફ્રી લાઈફ – હાઉ ?’ વિષય પર પ્રવચન અને સત્સંગ • રવિવાર તા.૧૧-૬-૧૭ બપોરે ૨થી સાંજે ૫ પૂ. પ્રેમધન લાલનજી દ્વારા પ્રવચન, ભજન અને રાસ ગરબાનું સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA0 4TA • શનિવાર તા.૧૦-૬-૧૭ સાંજે ૭થી રાત્રે ૯ પૂ. પ્રેમધન લાલનજીના કંઠે ભજન સંધ્યાનું આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA0 4TA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જયમિની પટેલ 07718 274 590
• *espaciogallery, ૧૫૯, બેથનલ ગ્રીન રોડ, લંડન E2 7DG દ્વારા ટેટુ એક્સપર્ટ માલીની કોન્સેપ્ચ્યુઅલ ફોટોગ્રાફી‘ઈન્ક ઓન ધ બોડી, ઈન્ક ઓન ધ પેપર’નું ગુરુવાર તા.૧-૬-૧૭થી રવિવાર તા.૧૧-૬-૧૭ સાંજે ૬થી રાત્રે ૯ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 07815 319 073
• શ્રી સંતરામ ભક્ત સમાજ યુકે દ્વારા પૂ. રામદાસ મહરાજશ્રીના આશિર્વાદથી તા. ૨૮-૫-૨૦૧૭ના રોજ બપોરે ૧થી ૬ દરમિયાન પૂ. શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પૂણ્યતિથીની ઉજવણીના કાર્યક્રમનું આયોજન બિશપ ડગ્લાસ સ્કૂલ, હેમિલ્ટન રોડ, ઇસ્ટ ફિંચલી N2 0SG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: પરેશભાઇ પટેલ 020 8907 1040.
• હાસ્યથી ભરપૂર અને સહકુટુંબ માણવાલાયક નાટક ’રંગ રંગીલા ગુજરાતી’નું આગમન
કોમેડી કિંગ ‘સિદ્ધાર્થ રાંદેરિયા’ દેશવિદેશમાં જાણીતા છે. તેમના ઘણા બધા નાટકોએ રેકોર્ડબ્રેક કર્યા છે. આ વીકેન્ડમાં તેઓ યુ.કે.માં નવું નક્કોર હાસ્યથી ભરપૂર અને સહકુટુંબ માણવાલાયક નાટક ’રંગ રંગીલા ગુજરાતી’ લઈને આવી રહ્યા છે. શુક્રવાર ૨૬મેના રોજ યોજાયેલ વેમ્બલીનો શો SOLD OUT થઈ ગયો છે. શનિવાર ૨૭મેના રોજ હેરો લેજર સેન્ટર ખાતે અને રવિવાર તા. ૨૮મેના રોજ વોટર્સમીટ થિયેટર - રિકમન્સવર્થ ખાતે યોજાયેલ છે. જેની ટિકીટ વિડીયોરામા (020 8907 0116) અશ્વિનભાઈ પાસેથી મળશે.
બેંક હોલીડે સોમવાર તા. ૨૯મેના રોજ લેસ્ટર ખાતે યોજાયેલ શોની ટિકીટ રાડિયા કેશ એન્ડ કેરીમાંથી મળશે. Tel: 0116 2333 111
નિરાશાથી બચવા આજે જ ટિકીટ બુક કરાવો ત્યારે ‘ગુજરાત સમાચાર’નો ખાસ ઉલ્લેખ કરજો.


comments powered by Disqus