પોર્નસ્ટારમાંથી બોલિવૂડની અભિનેત્રી તરીકે છવાઈ જનારી સની લિયોની અને તેના પતિ ડેનિયલ વેબરે તાજેતરમાં જ લોન્સ એન્જેલસમાં પાંચ બેડરૂમનો આલિશાન બંગલો ખરીદ્યો છે. સનીનો આ બંગલો શેર્મન ઓક્સમાં છે જ્યાં ઘણી હોલિવૂડ સેલિબ્રિટીઝ રહે છે. સનીએ આ બંગલાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. સનીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ તે પતિ સાથે અહીં શિફ્ટ થવાની છે. આ બંગલાની સજાવટ માટે તેમણે નેપાળ, ઇટલી અને સ્પેનથી ઇન્ટિરિયર પસંદ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંગલો સનીના ૩૬મા જન્મ દિવસની ભેટ છે. ડેનિયલ અને સની લાંબા સમયથી અહીં બંગલો ખરીદવા માગતા હતા. સનીનું આ નવું ઘર એક એકર જમીન પર ફેલાયેલું છે. આ અઠવાડિયે જ સનીને તેના ઘરનું પઝેશન મળી ગયું છે. સનીના બંગલમાં પાંચ બેડરૂમ, એક હોમ થિયેટર, સ્વિમિંગ પુલ, આઉટડોર ડાઇનિંગ એરિયા અને મોટું ગાર્ડન છે. સની અને ડેનિયલે પોતાના ઘર માટે ભગવાન ગણેશની સુંદર મૂર્તિ પણ ખરીદી છે અને બંગલામાં રહેવા જતાં પહેલાં તેઓ ગણેશજીની સ્થાપના કરશે.

