હસન રૌહાની સતત બીજીવાર ઈરાનના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા

Wednesday 24th May 2017 09:05 EDT
 
 

તહેરાનઃ ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સતત બીજીવાર હસન રૌહાની રાષ્ટ્રપતિપદ પર ચૂંટાઈ આવ્યા છે. સ્ટેટ ટીવી દ્વારા આ અંગેની જાહેરાત કરાઈ હતી. આ અગાઉ ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં રૌહાની પહેલી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ૪ વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછી હવે તેઓ ફરી ૪ વર્ષ માટે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળશે. રૌહાનીએ તેમના નજીકના હરીફ ઇબ્રાહિમ રેઇસીને હરાવ્યા હતા.


comments powered by Disqus