વોશિંગ્ટનઃ નિષ્ણાતો આગાહીઓ કરવા લાગ્યા છે કે આગામી વર્ષોમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો ખાસ પ્રસંગે જ બંધાશે, બાકી સેક્સ અંગેની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે રોબોટ બેડરૂમ સુધી પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય રોબોટિક પરિષદમાં આગાહી કરવામાં આવી હતી કે ૨૫ વર્ષમાં બેડરૂમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબોટ આવી જશે.
ટેકનોલોજી અને જાતીય સમાગમ વિશેના નિષ્ણાત ડો. ટુડી બાર્બરે સેક્સ રોબોટથી માંડીને ઈ-બુક્સના થઈ રહેલા વિસ્તાર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે યંત્રો માનવીને વાસ્તવિક સમાગમ સુખનો અહેસાસ કરાવે તે દિવસો દૂર નથી. ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ લવ એન્ડ રોબોટ્કિસમાં ડો. બાર્બરે જણાવ્યું હતું કે સમાજ સમાગમ માટે રોબોટ્સનો ઉપયોગ કરવા તૈયાર છે. લોકોના જાતીય સુખમાં રોબોટ્સના ઉપયોગ વધે તે દિવસો દૂર નથી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાનામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે દૂરના અંતરેથી લેવાતા જાતીય આનંદ અને રોબોટ સેક્સ ઉત્ક્રાંતિની રાહે જ જીવનમાં વણાઈ જશે અને આ અનુભવ વધુ બહેતર અનુભવ કરાવવાની ક્ષમતા પણ ધરાવે છે.
સેક્સ રોબોટનું આગમન થતાં જ જાતીય જીવનમાં નવા જ રંગ પુરાશે. બજારમાં હાલમાં રોકી કે રોક્સી ટુ કમ્પેનિયન જેવા રોબોટ મોડલ્સ ઉપલબ્ધ છે, જેની કિંમત ઊંચી છે. જોકે નવી ટેક્લોનોજીના કારણે સેક્સ રોબોટ્સ પરવડી શકે તેવી કિંમતે મળતા થશે અને જાતીય સુખનો જીવંત અનુભવ પણ કરાવી શકશે.

