સુપરસ્ટાર જેકી ચાન પોતાની આગામી ફિલ્મ ‘કૂંગ ફુ યોગા’ને પ્રમોટ કરવા માટે ૨૩મી જાન્યુઆરીએ મુંબઈ પહોંચી ચૂક્યા હતા. મુંબઈ એર પોર્ટ પર જેકી ચાનના પ્રશંસકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેકીની ઇન્ડિયામાં સુવિધાઓ સચવાઈ રહે તે માટે આ ફિલ્મના તેના સહઅભિનેતા સોનું સુદ અને દિશા પટણી જેકી ચાન સાથે જ રહે છે. જાણવામાં આવ્યું છે કે, જેકી સલમાન ખાનને પણ મળવા માગે છે અને જેકી ‘કૂંગ ફૂ યોગા’ને પ્રમોટ કરવા ટીવી શો ‘ધ કપિલ શર્મા’માં પણ ટૂંક સમયમાં જ દેખાશે.

