મુંબઈઃ ઇંગ્લેન્ડ સામે ગુરુવારથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની ટ્વેન્ટી૨૦ શ્રેણી માટે રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજાને આરામ અપાયો છે. તેમના સ્થાને અમિત મિશ્રા, પરવેઝ રસૂલને સ્થાન અપાયું છે. અગાઉ જાહેર કરાયેલી ટીમમાં અશ્વિન, જાડેજા સામેલ હતા. મિશ્રા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં આઠ મેચમાં રમ્યો છે, જેમાં તેણે ૧૩.૭૧ની એવરેજથી ૧૪ વિકેટ ખેરવી છે.
જમ્મુ-કાશ્મીરનો ઓલરાઉન્ડર પરવેઝ રસૂલ અગાઉ એકમાત્ર વન-ડે ૨૦૧૪ના વર્ષમાં બાંગલાદેશ સામે રમ્યો છે. ટ્વેન્ટી૨૦માં લોકેશ રાહુલ-મનદીપસિંહ ઓપનિંગમાં જ્યારે કોહલી, ધોની, યુવરાજ, રૈના મિડલ ઓર્ડરમાં આવશે. જોકે, વન-ડે શ્રેણીમાં પ્રભાવશાળી દેખાવ કરનારા કેદાર જાધવ ટ્વેન્ટી૨૦ ટીમમાં નથી.

