સંસ્થા સમાચાર તા. ૨૮-૧-૧૭ માટે

Wednesday 25th January 2017 09:46 EST
 

• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન દ્વારા ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું ગુરુવાર તા.૨૬-૧-૧૭ સવારે ૧૧ વાગે ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી,મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8575 3147
• શ્રી જલારામ મંદિર, ૨ વેડ્સવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD દ્વારા ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુરુવાર તા.૨૬-૧-૧૭ બપોરે ૧૨થી ૧ દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8578 8088
• ભારતીય હાઈ કમિશન દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શહીદદિન નિમિત્તે સોમવાર તા. ૩૦-૧-૨૦૧૭ સવારે ૧૧ વાગે પૂ.ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ તથા પ્રવચનના કાર્યક્રમનું ટેવિસ્ટોક સ્ક્વેર, બ્લૂમ્સબરી, કિંગ્સક્રોસ, લંડન WC1H 9RE ખાતે આયોજન કરાયું છે.
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14
9HEખાતે ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું બુધવાર તા. ૮-૨-૧૭ સાંજે ૬.૩૦ વાગે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• સત કેવલ સર્કલ (યુકે), ૨૮, સ્ટોન રોડ, બ્રોમલી, કેન્ટ BR2 9AU દ્વારા ભજન અને પ્રવચન સાથે ૨૪૫મા મહીબીજ મહોત્સવનું રવિવાર તા.૨૯-૧-૧૭ બપોરે ૧થી સાંજે ૬ દરમિયાન બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન હોલ, ઈલિંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. અંજુબેન પટેલ 020 8464 5924
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો
• શનિવાર તા.૨૮-૧-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૨૯-૧-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૫૪ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૯-૧-૧૭ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૮-૧-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન ચાલીસા • શુક્રવાર તા. ૧૦- ૨-૧૭ સાંજે ૭ વાગે મ્યુઝિકલ મસ્તી ‘અપના સંગીત’. સંપર્ક. 01162 661 402
• શિશુકુંજ, લંડન દ્વારા ડાન્સ-એ-થોનનું રવિવાર તા.૧૨-૨-૧૭ સવારે ૮થી રાત્રે ૮ દરમિયાન લંડન એકેડેમી, સ્પર રોડ, એજવેર HA8 8DE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8381 1818


comments powered by Disqus