વર્ષ ૧૯૯૪માં ફિલિપાઇન્સના મનિલામાં મિસ યુનિવર્સના તાજની વિજેતા બનનારી ભારતીય મોડલ કમ એક્ટ્રેસ સુસ્મિતા સેન ૬૫મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં જજ તરીકે હાજરી આપવાની છે. ૪૧ વર્ષીય સુસ્મિતાએ ૧૯૯૪માં મનિલામાં જ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. સુષ્મિતાએ આ સ્પર્ધામાં જજ બનવા અંગે કહ્યું હતું કે, જ્યાંથી બધું શરૂ થયું હતું ત્યાં ૨૩ વર્ષ પછી ફરી એકવાર જવું એ પણ જજ તરીકે તે ઉત્સાહની વાત છે. આ વખતની મિસ યુનિવર્સ સ્પર્ધામાં રોસ્મિતા હરિમૂર્તિ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

