અક્ષયકુમારે દિવાળી પાર્ટીની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેણે કોઈ ખોટા ખર્ચા કર્યા વગર ૧૦૩ સેનાના શહીદ જવાનોના પરિવારને વિશેષ ગિફ્ટ આપી હતી. કોલ્હાપુરના કેટલાક શહીદ જવાનોના પરિવારને તેણે દિવાળીના શુભેચ્છા સંદેશ સાથે રૂ. ૨૫ હજારનો ચેક મોકલાવ્યો હતો.
સ્પેશ્યિલ ઈન્સ્પેક્ટર જનરલ વિશ્વાસ નાગરેને દિવાળીએ શહીદોના પરિવારને સ્વિટ્સ મોકલવાનો વિચાર આવ્યો હતો. તેમણે ૧૦૩ ભારતીય સેનાના શહીદ જવાનોના પરિવારોની યાદી તૈયાર કરી હતી. નાગરેનો આ વિચાર અક્ષયકુમારને ઘણો જ પસંદ આવ્યો હતો. તેણે નાગરે પાસેથી ૧૦૩ પરિવારોનું લિસ્ટ લીધું અને દરેક પરિવારને રૂ. ૨૫ હજારનો ચેક તથા એક લેટર લખવાનું નક્કી કર્યું. તેણે લેટરમાં લખ્યું હતું કે, ‘અમને તમારા પરિવાર પર ખૂબ જ ગર્વ છે. તમારા પરિવારના સદસ્યએ અને તમે દેશ માટે કુરબાની આપી છે. મને ખ્યાલ છે કે આ દિવાળીએ પરિવાર તમને ઘણો જ યાદ કરશે. બસ હું એટલું જ કહીશ કે સાહસની સાથે આ નવું વર્ષ શરૂ કરવામાં આવે. બાળકો માટે નાનકડી ભેટ તથા સ્વિટ્સ મોકલી રહ્યો છું. તેનો પ્રેમથી સ્વીકાર કરજો.’

