પેટના દર્દો અને ઉપચાર

હેલ્થ ટિપ્સ

Saturday 28th October 2017 06:47 EDT
 
 

• અજમો અને મીઠું પાણીમાં નાખીને પીવું.
• અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે.
• આદુ અને લીંબુના રસમાં અડધી ચમચી મરીનું ચૂર્ણ નાખીને પીવું.

• આદુનો રસ એક ચમચી, લીંબુનો રસ બે ચમચી, એક ગાંગળી સાકરની પાણીમાં મિક્સ કરીને લેવા.

• શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.
• જમ્યા પછી કેટલાકને બે-ત્રણ કલાક પછી પેટમાં સતત દુઃખાવો થતો હોય છે, તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાજ સાત દિવસ સુધી લેવા.
• પાપડખાર અને લીંબુ પાણીમાં નાખી એક ગ્લાસ જમ્યા પછી પીવાથી આફરામાં રાહત થાય છે.
• તુલસીનો રસ અને આદુનો રસ સરખા ભાગે લઈ સહેજ ગરમ કરી અને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
• અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટી શકે છે.
• લીંબુના રસમાં મૂળાનો રસ મેળવીને પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
• સાકર અને ધાણાનું ચૂર્ણ મિક્સ મેળવીને પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
• સાકર અને ધાણાનું ચૂર્ણ મિક્સ કરી ફાકવાથી ગમે તેવી બળતરા થતી હોય તો તે મટે છે.
• રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને અજીર્ણમાં રાહત રહે છે.
• હિંગ, સિંધવ, અજમો વગેરેની ફાકી ખાવાથી ગોળો મટે છે.
• સવારના પહોરમાં મધ અને લસણ ખાવાથી પેટમાં ચૂંક
મટે છે અને જો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજવલિત બને છે.


comments powered by Disqus