સંસ્થા સમાચાર - અંક ૨૮ ઓક્ટોબર ૨૦૧૭

Wednesday 25th October 2017 06:13 EDT
 

• પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ, યુકે અને VYO દ્વારા યમુનાષ્ટકના પાઠ, ધોળ કિર્તન અને લોટી ઉત્સવ સાથે ભાઈબીજ ઉત્સવનું શનિવાર તા.૨૮-૧૦-૧૭ના રોજ બાલમ મંદિર, ૩૩, બાલમ હાઈરોડ, લંડન SW12 9AL ખાતે આયોજન કરાયું છે. ફ્રી કોચનો લાભ લેવા માટે સંપર્ક. જ્યોત્સનાબેન સવજાણી 020 8863 2275
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતેના કાર્યક્રમો -  શુક્રવાર તા.૨૭-૧૦-૧૭ ના રોજ જલારામ જયંતીની ઉજવણી, સવારે ૧૧.૩૦ હવન, બપોરે ૨.૩૦થી સાંજે ૬ ભજન અને બાવની, રાત્રે ૮.૩૦ વાગે ૨૩૯ દીપ પ્રાગટ્ય, રાત્રે ૯ કેક કટીંગ, પ્રસાદ બપોરે ૧થી ૩ અને સાંજે ૭થી ૮.૩૦ – રવિવાર તા.૨૯-૧૦-૧૭ ભજન ભોજન બપોરે ૨.૩૦થી સાંજે ૬, બાદમાં આરતી અને પ્રસાદ સંપર્ક. 07958 275 222
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા શુક્રવાર તા.૨૭-૧૦-૧૭ સાંજે ૭ વાગે બોલિવુડ ગીત સંગીત, ગરબા અને ડાન્સના કાર્યક્રમનું ૨૬ બી, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન020 8337 2873
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા પ્રથમ વખત સંસ્કૃત ડે સ્કૂલનું શનિવાર તા.૨૮-૧૦-૧૭ સવારે ૧૦થી સાંજે ૫,૩૦ દરમિયાન રેમ્બ્રેન્ટ હોટલ, ૧૧, થર્લો પ્લેસ, નાઈટ્સબ્રીજ, લંડન SW7 2RS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૯-૧૦-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ  ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• લેસ્ટરશાયર બ્રહ્મસમાજ દ્વારા શિવાલય પ્રોજેક્ટના લાભાર્થે ' મ્યુઝિકલ ઈવનીંગ' નું રવિવાર તા.૨૯-૧૦-૧૭ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન શ્રી લોહાણા મહાજન (શ્રી રામ મંદિર), હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નરેનભાઈ પંડ્યા 07792 930 138
• નડિયાદ નાગરિક મંડળ દ્વારા છ ગામ સંમેલનનું રવિવાર તા.૫-૧૧-૧૭ બપોરે ૨થી રાત્રે ૯ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન 020 8337 2873
અવસાન નોંધ
મૂળ ભારતના છીણમના વતની અને ઘણાં વર્ષો એન્ડોલા - ઝામ્બીયામાં વસવાટ કર્યા બાદ લંડનમાં સ્થાયી થયેલા રણછોડજી વલ્લભભાઇ નાયક - આરવીનું ૮૮ વર્ષની વયે તા. ૧૫મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ દુ:ખદ નિધન થયું છે. પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના. સંપર્ક: 020 8599 1515


comments powered by Disqus