૭૦ ટકા ડિજિટલ બીપી મોનિટર સાચું રિઝલ્ટ આપતાં નથી

Saturday 28th October 2017 06:49 EDT
 
 

ટોરોન્ટોઃ ઘરમાં ઉપયોગમાં લેવાતા ૭૦ ટકા જેટલા ડિજિટલ બ્લડપ્રેશર મોનિટર ખોટું રીડિંગ આપતા હોય છે, એના પર ભરોસો મૂકવાથી લોકો પર એની ગંભીર અસર પડી શકે છે. કેનેડાની યુનિર્વિસટી ઓફ અાલ્બર્ટાના રિસચર્સની શોધમાં આ ચોંકાવનારી જાણકારી સામે આવી છે. રિસર્ચરનું કહેવું છે કે બ્લડપ્રેશરની સ્ફિગ્મોમના મીટર (ડોક્ટરો દ્વારા ઉપયોગમાં લેવાતા બ્લડપ્રેશર માપવાનું યંત્ર) દ્વારા અને ડિજિટલ મોનિટર દ્વારા કરાયેલા રીડિંગમાં ૭૦ ટકા જેટલા કેસમાં તફાવત જોવા મળ્યો હતો. આ તફાવત પણ પાંચ એમએમએચજી જેટલો જોવા મળ્યો હતો.
૩૦ ટકાથી વધુ કિસ્સામાં ડિજિટલ ડિવાઇસ ૧૦ એમએમએચજીના નિશાનને પણ પાર કરી ગયું. આ રિઝલ્ટ એવા દરદીઓ માટે ઘણા કામના હોઇ શકે જેમને ડોક્ટરોએ ઘેર બેઠાં ડિજિટલ ડિવાઇસથી બ્લડપ્રેશર માપવાની સલાહ આપી હોય.
રિસર્ચસના જણાવ્યા મુજબ ડિજિટલ ડિવાઇસથી મહિલાઓ કરતાં પુરુષોના બ્લડપ્રેશરના રીડિંગમાં તફાવત વધુ જોવા મળ્યો હતો. રિસર્ચર્સનું કહેવું છે કે બ્લડપ્રેશર માપવું જેટલું સહેલું દેખાય છે એટલું એ નથી.
ડિજિટલ મશીન બનાવતી વેળા દરદીના હાથનો આકાર, એની કઠોરતા અને બ્લડ વેસલ્સની ઉંમરને ધ્યાનમાં લેવાતી નથી. હકીકતમાં આ ફેક્ટર બ્લડપ્રેશરને ઘણા અંશે પ્રભાવિત કરતું હોય છે.
અમેરિકન જર્નલ ઓફ હાઇપરટેન્શનમાં પ્રકાશિત આ અભ્યાસ માટે સંશોધકોએ ૮૫ દરદીઓનું બ્લડપ્રેશર એમના ઘરના ડિજિટલ મશીનથી માપ્યું હતું.
તેમનું કહેવું છે કે ડિજિટલ મશીનના આધારે દવાઓ બદલવી જોઇએ નહીં, પરંતુ જરૂર પડયે કોઈ ક્લિનિકમાં બ્લડપ્રેશર મપાવવું જોઇએ.
રિસર્ચર્સનું એમ પણ કહેવું છે કે યોગ્ય રીડિંગ માટે ડિજિટલ મશીનથી બ્લડપ્રેશરની ચકાસણી એક વાર નહીં પણ અનેક વાર કરવી જોઇએ.
દુનિયામાં હાઈ બ્લડપ્રેશર અનેક રોગોનું લાગુ પડવાના મુખ્ય કારણ ઉપરાંત મૃત્યુ માટે પણ કારણભૂત બને છે. ત્યારે એનું નિયમિત મોનિટરિંગ અને ઉપચાર સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી. આના માટે જરૂરી છે બ્લડપ્રેશરનું રીડિંગ પર્ફેક્ટ હોય.


comments powered by Disqus