‘ગોલમાલ અગેઈન’ જોઈને થઈ જશો લોટપોટ

Friday 27th October 2017 06:53 EDT
 
 

રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘ગોલમાલ’ સિરીઝની ચોથી ફિલ્મ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. રોહિત શેટ્ટીના કહેવા પ્રમાણે આ ફિલ્મ સંપૂર્ણપણે પારિવારિક છે. ક્વિક કોમેડી, સાઉથ સ્ટાઈલના એક્શન સીન્સ, સારા હરિયાળા ભારતીય લોકેશન્સ ફિલ્મમાં છે.
ફિલ્મ વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે, આ ફિલ્મમાં એક સીનમાં એવા ચાર પાંચ ફેક્ટર છે કે દર્શકોને થશે કે ક્યાંક એકાદ ફેક્ટર પર હસવાનું રહી ન જાય. ફિલ્મના દરેક એક્ટર, સિચ્યુએશન, ડાયલોગ અને પ્રોડક્શન વેલ્યુથી હ્યુમર ઊભું થાય છે.
સ્ટોરીમેં દમ
આ ફિલ્મ હોરર કોમેડી છે અને તેની સ્ટોરીલાઈન જબરદસ્ત છે. ફિલ્મમાં દરેક કલાકારની સ્ટોરી ભેગી મળીને એક સ્ટોરી બને છે. એવું નથી કે ફિલ્મ તમને હસાવે જ જાય છે ફિલ્મમાં ઇમોશનલ પોઈન્ટ્સ પણ છે. બબ્બે ભાંગેલી લવસ્ટોરી પણ છે. ફિલ્મમાં ભૂત છે. આત્મા છે, પણ તે ડરાવે નહીં હસાવે.
મલ્ટી સ્ટારકાસ્ટ
આ ફિલ્મમાં નાનામાં નાનું કેરેક્ટર પણ હીરો છે. જ્હોની લિવર ભુલકણા પપ્પીભાઈ (જ્હોની લિવર), સંજય મિશ્રા બબલીભાઈ, વસૂલીભાઈ, કોબ્રાબાબા વ્રજેશ હિરજી, ખંધો બિલ્ડર મિ. રેડ્ડી (પ્રકાશ રાજ), દામિની (અશ્વિની કાલસેકર), ઇન્સ્પેક્ટર દાંડે (મુરલી શર્મા), અંધેબાબા (સચિન ખેડેકર) બધા જ ફિલ્મમાં હીરો છે.
ફિલ્મમાં પરીણિતિ ચોપરા મુખ્ય હિરોઈન છે. તબુની એક્ટિંગ પણ ફિલ્મમાં સરસ છે.
શ્રેયસ તલપડેની એક્ટિંગ વખાણાઈ છે. એણે ફિલ્મમાં નાના પાટેકરની જે મિમિક્રી કરી છે એ ખૂબ જ સરસ છે. એ સિવાય પણ ભૂતોથી ડરતા ગોપાલ (અજય દેવગણ)નો આ લક્ષ્મણ ઉર્ફે લકી નં. બે મા જેવો દોસ્ત છે. ગોપાલની કિશોરાવસ્થાથી તે માની માફક એને લોરી સંભળાવી ઊંઘાડતો હોય છે એ લોરીના શબ્દો પણ સાંભળીએ તો હસી હસીને બેવડા વળી જવાય. તુષાર કપૂર ફિલ્મમાં મૂગો દર્શાવાયો છે અને એ એક્ટિંગ એની પર સૂટ થાય છે. અરશદ વારસીના એક્સપ્રેશન ખૂબ જ વખણાયા છે. કુણાલ ખેમુએ પણ લકી નં વન તરીકે સારી એક્ટિંગ કરી છે.
ફિલ્મમાં બે ગીત ‘મૈને પ્યાર કિયા’ અને ‘નીંદ ચુરાઈ મેરી’ સરપ્રાઈઝ રિમેક સોંગ્સ છે. એટલા સરસ રીતે ફિલ્માવાયા છે કે એ સાંભળવામાં અને જોવામાં મજા આવે.


comments powered by Disqus