સોનુ નિગમે અઝાનનો નવો વીડિયો શેર કર્યો

Wednesday 26th April 2017 06:56 EDT
 
 

તેના ઘરની નજીક આવેલી મસ્જિદમાં સવારે પોકારાતી અઝાનના કારણે પોતે પરેશાન થાય છે. તેવી ટ્વિટ બાદ વિવાદમાં ફસાયેલા ગાયક સોનું નિગમ સામે વિરોધ દર્શાવતો ફતવો બંગાળના મૌલવીએ બહાર પાડ્યો હતો. એ પછી નિગમે ૧૯મીએ પત્રકાર પરિષદ બોલાવીને તેમની સામે સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ પાસે પોતાનું માથું મુંડાવી નાંખ્યું અને પછી મૌલવી પાસે ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, મૌલવીએ એવું કહ્યું હતું કે, ગળામાં જૂના જૂતાંનો હાર પહેરીને ભારત ભ્રમણ કરવાની બાકીની બે શરત પણ સોનુ પૂરી કરે તો રૂપિયા મળશે. આ ઉપરાંત ટ્વિટર પરના નિવેદન પછી સોનુના ઘર સુધી અઝાનનો અવાજ પહોંચવા બાબતે પણ પ્રશ્નો ઉઠાવનારાઓને સોનુએ ૨૩મીએ તેની ઘરની નજીકની મસ્જિદમાંથી આવતા અઝાનનો સાઉન્ડ ધરાવતો નવો વીડિયો શેર કરીને જવાબ આપ્યો હતો. આ વીડિયો તેણે ‘ગુડ મોર્નિંગ ઇન્ડિયા’ ટ્વિટ સાથે ટ્વિટર પર મૂક્યો હતો.


comments powered by Disqus