જલારામ જ્યોત મંદિર દ્વારા નીતિન પલાણ સહિત ત્રણ મહાનુભાવોનું સન્માન

Wednesday 26th July 2017 08:03 EDT
 

લંડનઃ તાજેતરમાં ક્વિન એલિઝાબેથ દ્વિતિયના ઓનર્સ લિસ્ટ ૨૦૧૭માં સ્થાન મેળવનારા નીતિન પલાણ, વિનુભાઈ પાવ અને ચાન કટારિયાને સન્માનવા જલારામ જ્યોત મંદિર દ્વારા ૧૩ જુલાઈએ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

નીતિન પલાણને સ્વામિનારાયણ મંદિર, નીસડન તરફથી હાથ ધરેલા ચેરિટી કામ માટે ક્વિન MBE સન્માન અપાયું છે. તેમણે ૨૦૦૧માં ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. તેમાં ૪૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. પલાણે પાર્લામેન્ટ અને ૧૦, ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રથમ વખત અન્નકૂટ તેમજ ૨૦૧૬માં બ્રસેલ્સ પાર્લામેન્ટમાં દિવાળી કાર્યક્રમ યોજ્યો હતો. આ વર્ષે ફોરેન ઓફિસમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

લોહાણા સમાજમાં પ્રતિષ્ઠિત વિનુભાઈ કોટેચાને ક્વિન દ્વારા BEMનું સન્માન અપાયું છે. તેઓ ૧૯૮૯થી નોર્થ લંડન લોહાણા કોમ્યુનિટીની બીરીવમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કાર્યરત છે. ૨૦૦૭માં તેઓ એશિયન ફાઉન્ડેશનના ટ્રસ્ટી બન્યા હતા. તાજેતરમાં જ તેમણે યુવાનોમાં હિંદુ મૂલ્યો વિશે જાગૃતિ કેળવવાના ઉદેશથી મા સરસ્વતી સ્પિરિચ્યુઅલ સેન્ટરની સ્થાપના કરી હતી.

ચાન કટારિયાને ઈસ્ટ મીડલેન્ડ્સમાં હાઉસિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા આપવા બદલ ક્વિન દ્વારા સન્માનિત કરાયા છે.

સી જે રાભેરુ અને મંદિરના ટ્રસ્ટીઓ ગીરીશભાઈ મશરુ તથા ધીરેનભાઈ પોપટે આ ત્રણેયને એવોર્ડ એનાયત કરીને બહુમાન કર્યું હતું. કાર્યક્રમમાં ૪૫૦થી વધુ આમંત્રિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus