સામગ્રીઃ ફ્રેશ સ્ટ્રોબેરી ૧ બાઉલ • સાકર ૧ બાઉલ • મરી પાવડર અડધી ચમચી • ચાટ મસાલો અડધી ચમચી • દહીંનો મસ્કો ૧ બાઉલ • બરફના ટુકડા ૮થી ૧૦ નંગ
રીતઃ સૌપ્રથમ એક પેનમાં અડધો કપ પાણી ગરમ કરવું. પાણી ગરમ થાય પછી તેમાં સ્ટ્રોબેરીના ટુકડા નાખવા. ૧૦ મિનિટ રાખ્યા પછી સ્ટ્રોબેરીના ટુકડા બહાર કાઢી લો. હવે એક બાઉલમાં સ્ટ્રોબેરીના પીસીસ અને સાકર મીક્સ કરી ચર્ન કરી લો. હવે તેમાં દહીંનો મસકો, બરફ, મરી પાઉડર નાખી મીક્સ કરો. છેલ્લે ચાટ મસાલો નાંખી, હલાવીને ફ્રેશ સ્ટ્રોબેરી સ્મુધી સર્વ કરો.
ટીપ્સઃ આ જ રીતે પાઈનેપલ અને બનાના સ્મૂધી પણ બનાવી શકાય.

