• નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઈસ UB3 1AR ખાતે રવિવાર તા.૩૦-૭-૧૭ બપોરે ૧૨ વાગ્યાથી જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. સંપર્ક. ભરત મહેતા 07850166556
• ચિન્મય મિશન, યુકેના કાર્યક્રમો - શનિવાર તા.૨૯-૭-૧૭ સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન અમૃતબિંદુ ઉપનિષદ ફોલોઅપ વર્કશોપ, ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA – શનિવાર તા.૨૯-૭-૧૭ સવારે ૧૦થી રવિવાર તા.૩૦-૭-૧૭ સાંજે ૫ દરમિયાન ભાવધારા- ભરતનાટ્યમની સફર, ચિન્મય વિદ્યાનગરી, બ્રેમ્બલ ગ્રેન્જ, હેની રોડ, સ્ટીવન્સન, ઓક્સફર્ડશાયર OX13 6AN સંપર્ક. 07933 212 825
• ઓમ શક્તિ સેન્ટર દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધનની ઉજવણીના કાર્યક્રમનું બુધવાર તા.૨-૮-૧૭ સવારે ૯.૩૦થી બપોરે ૩ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ રોડ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07930 335 978
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, યુકે ૨૨, પામર્સ્ટન રોડ, HA3 7RR ખાતે પૂ.નરેશભાઈ રામાનંદીની શિવ મહાપુરાણ કથાનું સોમવાર તા.૨૪-૭-૧૭થી મંગળવાર તા.૧-૮-૧૭ સુધી
સવારે ૧૧થી બપોરે ૨ દરમિયાન આયોજન કરાયું છે.
સંપર્ક. 020 8426 0678
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે પૂ.આશુતોષજીના મુખે શિવ કથાનું ગુરુવાર તા.૩-૮-૧૭થી શુક્રવાર તા.૧૧-૮-૧૭ સુધી સવારે ૧૦થી બપોરે ૧ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8903 7737.
• પુષ્ટિ પરિવાર યુકે દ્વારા પૂ. યદુનાથજીની વાણીમાં શ્રી યુગલ ગીત રસપાન અને શ્રી નારાયણ કવચ અર્ચના મહોત્સવનું સોમવાર તા.૭-૮-૧૭થી રવિવાર તા.૧૩-૮-૧૭ સુધી દરરોજ સાંજે ૪.૩૦ વાગે JFS સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો HA3 9TE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ભાવનાબેન લાખાણી 07715 315 891
• શ્રી સ્વામિનારાયણ ગુરુકૂલ પરિવાર (SSGP) યુકે દ્વારા પૂ. માધવપ્રિયદાસજી અને નારાયણચરણદાસજીના મુખે શ્રીમદ ભાગવત કથા પારાયણનું સોમવાર તા.૩૧-૭-૧૭થી શનિવાર તા.૫-૮-૧૭ સવારે ૯થી ૧૨ અને સાંજે ૬થી રાત્રે ૮.૩૦ દરમિયાન શ્રી રાધા કૃષ્ણ ટેમ્પલ, સ્કોફિલ્ડ સ્ટ્રીટ, ઓલ્ડહામ, OL8 1QJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8838 4900.
• મોટીવેશનલ સ્પીકર ડો. જીતેન્દ્ર અઢિયાના માઈન્ડ પાવર સેમિનાર નું રવિવાર તા.6-8-17 સવારે 10.30થી 12.30 દરમિયાન ઈન્ડિયા સેન્ટર, સેન્ક્વાહાર સ્ટ્રીટ,કાર્ડીફ CF24 2AA ખાતે આયોજન કરાયું છે.
• શ્રી સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત શ્રી હરિલીલામૃત કથા પારાયણનું મંગળવાર તા.25-7-17થી સોમવાર તા.31-7-17 બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર,ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે.સમય તા.25થી તા.28 સાંજે 5થી 8, તા.29 અને તા.30 સવારે 9.30થી 12 અનેસાંજે 5.30થી 8,તા.31 સવારે 9.30થી 12 સુધી . સંપર્ક. 07809 608 831.
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રવિવાર તા.૩૦-૭-૧૭ ૧૦૨ માતાજી લોટા ઉત્સવ યજમાન પૂજા સવારે ૧૦, ગોયણી પૂજા ૧૧.૩૦, ગોડો ખૂંદવાનો બપોરે ૩, આરતી ૪.૩૦ અને ઉથાપન સોમવારે સવારે ૮ પછી થશે. - શ્રાવણ મહિનામાં દરરોજ તેમજ દર સોમવાર અને શનિવારે બપોરે ૩થી ૫ દરમિયાન શિવ પૂજા - રુદ્રી પૂજા અને શિવ અભિષેક થશે સંપર્ક. 020 8902 8885
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૩૦-૭-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• દેવન ચેરિચેબલ ટ્રસ્ટ તેમજ મા કૃપા ફાઉન્ડેશન દ્વારા કેનન હાઈસ્કૂલ, શેલ્ડન રોડ,એજવેર, લંડન HA8 6AN ખાતે આયોજીત ભાગવત સપ્તાહનો શનિવાર તા.૨૯-૭-૧૭ અને રવિવાર તા.૩૦-૭-૧૭નો સમય સવારે ૧૧.૩૦થી બપોરે ૩.૩૦ સુધી રહેશે. સંપર્ક. પુરુષોત્તમભાઈ મજીઠીયા 020 8908 6402
