સાંસ્કૃતિક ગુજરાતનો માહોલ
'કથ્થક શૈલીમાં સાંસ્કૃતિક ગુજરાતનો માહોલ' વિષે વિષ્ણુભાઈ પંડયાએ તા.૧૫-૭-૧૭ના ગુજરાત સમાચારમાં વિપુલ જ્ઞાન પીરસ્યું છે. અહીં પણ છેલ્લાં પાંચ વર્ષથી 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'ના પ્રકાશક-તંત્રી સીબી પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન તેમજ તેમના કર્મચારીગણના સાથથી આનંદ મેળાનં આયોજ થાય છે તેમાં પણ આપણા ભવ્ય દેશના નૃત્યો થાય છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નૈરોબી - કેન્યા ગયા હતા ત્યારે તેમના માનમાં 'હિંદુ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'માં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને વડાપ્રધાન મોદી બોલ્યા હતા,' મને લાગે છે કે હું પરદેશમાં નથી પણ મારા ભારતમાં જ છું.' ગ્લાસગોમાં દર વર્ષે જુલાઈમાં મોટા ગ્રાઉન્ડમાં ૧૫થી ૨૦ હજાર લોકો ફેરમાં આવે છે. તે ફેરમાં અમેરિકામાં સ્થાયી થયેલી સાઉથ ઈન્ડિયન છોકરીઓએ તેમના પ્રાંતનું ભવ્ય નૃત્ય રજૂ કર્યું ત્યારે હજારો લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધી હતી. આ ઉપરાંત, ઈન્ડિયાથી રંગીન કપડામાં આવેલી નવ વ્યક્તિઓ ઢોલ સાથે જે નૃત્ય કર્યું હતું તે ખૂબ જ શાનદાર હતું.
દુનિયાભરમાં આપણા દરેક તહેવારની ઉજવણીમાં સાંસ્કૃતિક નૃત્યો થાય છે. સાચી જ વાત છે. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'.
- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો
