આમિર કરતાં હું વધારે સોશિયલી રિસ્પોન્સિબલ

Wednesday 31st May 2017 11:15 EDT
 
 

ટેલેન્ટેડ એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર કમલ હાસને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતે સમાજ પ્રત્યે કેટલો જવાબદાર છે એ પુરવાર કરવા માટે તેણે આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ જેવો શો કરવાની જરૂર નથી. કમલ હવે પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ’ના તામિલ વર્ઝનને હોસ્ટ કરવાનો છે. આ શોને લોન્ચ કરવાની ઇવેન્ટમાં કમલને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે હોસ્ટ તરીકે ‘સત્યમેવ જયતે’ જેવા સોશિયલ ઇશ્યૂઝને રજૂ કરતા શોના બદલે ‘બિગ બોસ’ની શા માટે પસંદગી કરી? આના જવાબમાં આ પ્રતિભાશાળી કલાકારે કહ્યું હતું કે, ‘જે વ્યક્તિએ એ શો કર્યો હતો તેના કરતાં હું વધારે સોશિયલી રિસ્પોન્સિબલ છું.’


comments powered by Disqus