દીપક તિજોરી સામે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ

Monday 29th May 2017 11:10 EDT
 
 

અભિનેતા દીપક તિજોરીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તેની પત્ની શિવાનીએ તેની સામે મુંબઇની બોરીવલી કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. તેણે કેટલાંક દિવસ પૂર્વે દીપકને મુંબઈના ગોરેગામ ૪ બીએચકેના ફ્લેટમાંથી કાઢી મૂક્યો હતો. તેમજ તેણે કોર્ટમાં દીપક સાથે છૂટાછેડાની પણ અરજી પણ ફાઇલ કરી હતી. આ પછી દીપકને જાણ થઈ હતી કે શિવાનીએ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા ન હોવાથી તે કાયદેસરની પત્ની ગણાય નહીં.

અહેવાલો અનુસાર શિવાનીએ દીપકને પોતાના ઘરનો એક જ રૂમ વાપરવા દેતી હતી. એટલું જ નહીં દીપક માટે ખાવાનું પણ બનાવતી નહોતી અને સાફસફાઈ પણ કરાવતી નહોતી. આથી દીપક પેઇંગ ગેસ્ટ અથવા તો એક મિત્રના ઘરે રહેતો હોય એમ રહેતો હતો. શિવાનીનો આરોપ છે કે દીપકને તેના કરતાં ઉંમરમાં ઘણી નાની એક યોગ ઈન્સ્ટ્રક્ટર સાથે અફેર છે. શિવાનીએ ઇંડિયન પીનલ કોડની ૧૨૫ હેઠળ કેસ નોંધીને ભરણપોષણની પણ માગણી કરી છે.


comments powered by Disqus