રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું રિલેશનશિપ સ્ટેટસ છેલ્લા કેટલાક સમયથી તેમના ફેન્સ માટે એક કોયડાસમાન બની રહ્યું છે. તેઓ એકબીજાના હાથમાં હાથ નાંખીને પાર્ટીઝમાં તો આવે છે, પરંતુ સાથે સાથે જ તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાના પણ અહેવાલો છે. દીપિકા અને ‘ત્રિપલ એક્સ: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’માં તેના કો-સ્ટાર વિન ડીઝલ વચ્ચેની નજદિકીયાંની આ એક્ટ્રેસના રણવીર સાથેના સંબંધો પર અસર થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું.
જોકે હવે કંઇક અલગ જ વાત કહેવામાં આવે છે. રણવીર અને દીપિકા સાથે રહેવા લાગ્યા હોવાના અહેવાલ છે. વાસ્તવમાં સંજય લીલા ભણસાળીએ તેમની ફિલ્મ ‘પદ્માવતી’નો સેટ દહીંસર શિફ્ટ કર્યો છે. ઘરેથી સેટ પર આવવા-જવામાં વધારે સમય ન વેડફાય એટલા માટે દીપિકા શૂટિંગના લોકેશનની પાસે આવેલા રણવીરના એપાર્ટમેન્ટમાં રહેવા ગઈ હોવાના રિપોર્ટ્સ છે.

