ફરી શ્વેતા તિવારીનાં મૃત્યુની અફવા વાઇરલ

Monday 29th May 2017 11:03 EDT
 
 

‘કસૌટી જિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર ભજવીને દર્શકોનાં દિલમાં વસેલી શ્વેતા તિવારી મૃત્યુ પામી હોવાના સમાચાર સાંભળી એનો પતિ અભિનવ પણ ગભરાઈ ગયો. ‘સમાચાર’ જાણીને એણે તુરંત શ્વેતાને ફોન કર્યો અને ખબરઅંતર પૂછયા. શ્વેતા સુખરૂપ હોવાનું જાણી તેણે નિરાંતનો શ્વાસ લીધો હતો. હકીકત જાણ્યા વગર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ શ્વેતા તિવારીના મૃત્યુના સમાચાર શેર કરતી રહી. જોકે શ્વેતાના પતિએ આ વાતને રદિયો આપતાં કહ્યું કે આ વાત જાણીને હું પણ ગભરાઈ ગયો હતો. કારણ, આ ન્યૂઝ આવ્યા એના થોડા સમય અગાઉ જ અભિનવે શ્વેતા સાથે વાત કરી હતી. જોકે ન્યૂઝ જાણીને બેબાકળા થયેલા અભિનવે તુરંત શ્વેતાને ફોન કરી ક્ષેમકુશળ પૂછયા. આ વાતની જાણ શ્વેતાને થઈ ત્યારે એને ઘણું હસવું આવ્યું. શ્વેતાના મૃત્યુના ખબર કંઈ પહેલીવાર વાઇરલ નથી થયા. અગાઉ પણ બે વાર શ્વેતાના મૃત્યુના સમાચાર વાઇરલ થયા હતા. મોતના સમાચારની હેટ્રિક થયા બાદ શ્વેતાએ કહ્યું હતું કે લોકોએ આવી અફવાઓને ધ્યાનમાં લેવી ન જોઇએ.


comments powered by Disqus