રેયકજાવિકઃ ચેન્નઈની ભવાની દેવીએ આઇસલેન્ડના રેયકજાવિકમાં યોજાયેલી ટર્નોઈ સેટેલાઈટ ફેન્સીંગ (તલવારબાજી) ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ તે તલવારબાજીની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે. ભવાનીએ સાબ્રે ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. તલવારબાજીમાં ઉપયોગમાં લેવાતા ત્રણ આધુનિક શસ્ત્રોમાંના એકને સાબ્રે કહેવામાં આવે છે.

