બાર્સેલોનાઃ મહિલાઓ માતા બન્યા પછી વધારે ભાવુક અને પ્રેમાળ બની જાય છે. જ્યારે કેટલાક પુરુષોમાં પિતા બન્યા પછી કોઇ ખાસ અસર વર્તાતી નથી. સ્પેનના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમણે પહેલી વખત માતા બનેલી મહિલાઓની પ્રેગ્નન્સી પહેલાં અને પછી બ્રેઇનનું સ્કેન કર્યું. જેમાં જોવામાં આવ્યું કે માતા બન્યા પછી તે પોતાનાં બાળકને જૂએ છે ત્યારે તેના એક્સપ્રેશન બદલાઇ જાય છે, જ્યારે બીજાના બાળકને જોતાં કોઇ અસર થતી નથી. બીજી તરફ, પહેલી વખત પિતા બનનારા પુરુષોના ચહેરા પર આ બંને સ્થિતિમાં કોઇ પણ અસર થતી નથી. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ ફેરફારનું મુખ્ય કારણ પ્રેગ્નન્સી છે. સિવાય મહિલાઓના બ્રેઇનમાં રહેલા ગ્રે મેટરમાં સંકોચન પણ થાય છે કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન વહેતાં હોર્મોન્સ માતાના મગજને વધારે અસર કરે છે. આ પરિવર્તન મહિલાઓ માતા બન્યાના બે વર્ષ સુધી રહે છે. તેના કારણે માતાનો પોતાનાં બાળકો પ્રત્યેનો પ્રેમ વધે છે.
વિજ્ઞાનીઓએ પહેલી વખત માતા બનનારી મહિલાઓ પર આ રિસર્ચ કર્યું હતું. તેમણે જાણ્યું કે મહિલાના ગર્ભમાં ભ્રૂણ બનતાની સાથે મગજમાં ફેરફાર શરૂ થઇ જાય છે. તેમના શરીરમાં પ્રેગ્નન્સી પછી પ્રોજેસ્ટ્રોન હોર્મોનનું લેવલ
પહેલાં કરતાં ૧૦થી ૧૫ ગણું વધી જાય છે. જ્યારે એસ્ટ્રોજન લેવલ એટલું વધી ગયું જેટલું પ્રેગ્નન્સી પહેલાં ક્યારેય વધ્યું નહોતું.
સંશોધકોનું કહેવું છે કે ગ્રે મેટર મહિલાઓના મગજમાં નર્વ નેટવર્કને રિફાઇન કરે છે. તેનાથી તેમના ઇમોશનમાં વધારો થાય છે. પ્રક્રિયા એવી રીતે હોય છે જેમ કોઇ વયસ્ક થવા પર હોય છે. તેમાં મગજનું સેરેબ્રલ કોર્ટેક્સ પણ સામેલ હોય છે. જે મગજનો સૌથી પાતળો ભાગ હોય છે. તેને થિયરી ઓફ માઇન્ડ નેટવર્ક પણ કહેવામાં આવે છે.
ગ્રે મેટર મહિલાઓના મગજમાં એક સારી છબી બનાવે છે. તેમાં માતાને પોતાનાં બાળકોની જરૂરિયાત સમજવામાં મદદ મળે છે. જોકે સંશોધકોએ રિસર્ચમાં નવી માતામાં વાતો ભૂલી જવાનું કારણ જાણવામાં સફળતા મળી નથી. રિસર્ચમાં સામેલ મોટા ભાગની પ્રેગનન્ટ મહિલાઓ નવા શબ્દો શીખવા માટે કમજોર સાબિત થઇ. આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ બાર્સેલોનાના પ્રોફેસર ઇલસેલાઇન હોએકાજેમા અને તેના સાથીઓએ કર્યું છે. તેમાં પ્રથમ વખત ૨૫ મહિલા અને પિતા બનનારા ૧૯ પુરુષો તથા બાળકો વગરના ૧૭ પુરુષ અને ૨૦ મહિલાને સામેલ કરાયા હતા. તેમાં સામેલ દરેક લોકો ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો હતા. મહિલાઓ અલગ અલગ એજ્યુકેશનલ બ્રેકગ્રાઉન્ડની હતી.

