સંસ્થા સમાચાર તા. ૩-૬-૨૦૧૭ માટે

Wednesday 31st May 2017 09:16 EDT
 

• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા.૩-૬-૧૭ સાંજે ૬.૩૦ વાગે ‘ફ્રેમિંગ રિલેશનશીપ ઈન હિંદુઝમ’ વિષય પર પ્રો. વર્નર મેન્સ્કી અને મિસિસ નીલિમા દેવી MBEના પ્રવચનનું બેલ્ગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તારા સંસ્થાન, ઉદયપુરના લાભાર્થે ભજન અને સંગીત કાર્યક્રમોનું • રવિવાર તા.૪-૬-૧૭ બપોરે ૪થી સાંજે ૭, લક્ષ્મીનારાયણ ટેમ્પલ, હિંદુ કલ્ચરલ સોસાયટી ઓફ બ્રેડફર્ડ, લીડ્સ રોડ, બ્રેડફર્ડ BD3 9LS • મંગળવાર તા.૬-૬-૧૭ બપોરે ૪થી સાંજે ૭, HCRC દુર્ગા ભવન, સ્પોન લેન સાઉથ, સ્મિથવીક B66 1ABખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 161 684
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો• સોમવાર તા.૫-૬-૧૭ ગાયત્રી જયંતી નિમિત્તે સાંજે ૭.૩૦ વાગે ૧૦૮ વખત સમુહ ગાયત્રી મંત્ર જપ • મંગળવાર તા.૬-૬-૧૭થી ગુરુવાર તા.૮-૬-૧૭ દરમિયાન વટસાવિત્રી વ્રત નિમિત્તે પૂજા. સંપર્ક. 01772 253 901
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૩-૬-૧૭ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• વાતાયનઃ પોએટ્રી ઓન સાઉથ બેંક દ્વારા કવિતા અને ફિલ્મી ગીતોના માધ્યમથી ‘ ભારતીય સૈનિકોને એક વિનમ્ર શ્રદ્ધાંજલિ’ કાર્યક્રમનું ગુરુવાર તા.૮-૬-૧૭ સાંજે ૬.૧૫ વાગે નેહરુ સેન્ટર, ૮, સાઉથ ઓજલી સ્ટ્રીટ, લંડન WIK 1HF ખાતે આયોજન કરાયું છે.
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા સ્વામી ચિન્મયાનંદજીની કથાનું ગુરુવાર તા.૮-૬-૧૭થી બુધવાર તા.૧૪-૬-૧૭ સાંજે ૬થી રાત્રે ૮ દરમિયાન કૃષ્ણ ટેમ્પલ, ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ, સ્કોફિલ્ડ સ્ટ્રીટ, ઓલ્ડહામ OL8 1QJખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• નારાયણ સેવા સંસ્થાન, યુકે દ્વારા પૂ.પીયૂષભાઈ મહેતાની કથાનું શુક્રવાર ૯-૬-૧૭થી રવિવાર તા.૧૧-૬-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી હિંદુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BDખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રમોદભાઈ 07504 458 048
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૪-૬-૧૭ સાંજે ૬ વાગે ગૌરવ મઝમુદાર દ્વારા ‘રવિ શંકર મેમોરિયલ કોન્સર્ટ’, પં. રાજકુમાર મિશ્રા તબલા પર સંગત આપશે • બુધવાર તા.૭-૬-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૮.૩૦ પેનલ ડિસ્કશન ‘ફાઈન્ડિંગ પર્પઝઃ ઈન આર્ટ, બિઝનેસ એન્ડ લાઈફ’ • શનિવાર તા.૧૦-૬-૧૭ સાંજે ૬ વાગે બાલુ રઘુરામન અને વી વી એસ મુરારીનું કર્ણાટક વાયોલિન વાદન ‘નાદોપાસના’ . સંપર્ક. 020 7381 3086
• નવનાત જલસા ગ્રૂપ દ્વારા ‘મહેફિલ- એ- ગુજરાત’ કાર્યક્રમનું મંગળવાર તા.૬-૬-૧૭ સવારે ૧૧થી બપોરે ૩.૩૦ દરમિયાન નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઈસ UB3 1AR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. હસ્મિતા દોશી 07951 105 686


comments powered by Disqus