૧૯૫૦-૬૦ના દાયકાની ટોચની અભિનેત્રી શકીલાનું ૨૧મી સપ્ટેમ્બરે મુંબઈમાં આવેલા માહિમ ખાતેના તેમનાં નિવાસસ્થાને અવસાન થયું હતું. શકીલાએ ‘સીઆઈડી’, ‘આરપાર’, ‘ચાઈના ટાઉન’, ‘અલીબાબા ચાલીસ ચોર’, ‘હાતિમતાઈ’ જેવી પચાસેક ફિલ્મોમાં કામ કર્યું હતું. શકીલાએ લગ્ન પછી અભિનયને અલવિદા કહ્યું હતું.

