એમ એસ ધોની અને મહોમ્મદ અઝહરુદ્દીનની જિંદગી પરથી ફિલ્મો બન્યા પછી હવે ક્રિકેટર કપિલ દેવના જીવન પરથી પણ ફિલ્મ બનશે તેવી ચર્ચા છે.
દિગ્દર્શક કબીર ખાને ભારતીય ક્રિકેટર ટીમના આ પૂર્વ કેપ્ટન કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની ઇચ્છા દર્શાવી છે. પહેલાં આ રોલ માટે અર્જુન કપૂરનો પણ સંપર્ક કરાયાની ચર્ચા પછી અંતે આ પાત્ર રણવીર સિંહ ભજવશે એવું સાંભળવામાં આવ્યું છે.

