સુપરસ્ટાર રજનીકાંત, અક્ષયકુમાર અને એમી જેક્સનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘રોબો ૨.૦’ ચીનમાં પંદર હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે. આ અગાઉ ફિલ્મ મેકર એસ. એસ. રાજામૌલીની ‘બાહુબલી-ટુ’ ચીનમાં પંદર હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી. ભારત અને વિદેશોમાં સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ‘રોબો ૨.૦’ બીજી મેગા બજેટ ફિલ્મ હશે. રૂ. ૪૦૦ કરોડના ખર્ચે અને રૂ. ૧૫૦ કરોડના માર્કેટિંગ સાથે રિલીઝ થનારી ‘રોબો ૨.૦’થી અક્ષયકુમાર દક્ષિણ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટ જોકે હજી જાહેર કરાઈ નથી.

