નવી દિલ્હી: ઇન્ડિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ભારતીય બેડમિન્ટન પ્લેયર પી વી સિંધુને પદ્મભૂષણ એવોર્ડ આપવા માટેની ભલામણ કરી છે. સિંધુએ ગત વર્ષે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે તાજેતરમાં ભારતીય ક્રિકેટ બોર્ડે પદ્મભૂષણ એવોર્ડ માટે મહેન્દ્રસિંહ ધોનીના નામની પણ ભલામણ કરી હતી.
સિંધુની કારકિર્દી
• વિશ્વમાં નંબર ટુ પર • ગયા વર્ષે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ. • બે વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ.
• ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયર અને ઇન્ડિયા ઓપન સુપર સિરીઝમાં જીત. • ગત મહિને રમાયેલી ગ્લાસગો વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ.
• કોરિયા ઓપનમાં ત્રીજો ખિતાબ. • ત્રણ વખત મકાઉ ઓપન ચેમ્પિયનશીપની વિજેતા. • ગત વર્ષે લખનઉંમાં સૈયદ મોદી ગ્રાન્ડ પ્રી ગોલ્ડ ટૂર્નામેન્ટની વિજેતા. • વર્ષ ૨૦૧૪માં કોમનવેલ્થ ગેમ્સ, ઇંચિઓન એશિયન ગેમ્સ, ઉબેર કપ અને એશિયા ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ. • વર્ષ ૨૦૧૫માં પદ્મશ્રીથી નવાજિત

