બળાત્કારી બાબા ગુરમીત રામરહીમ પરથી એક ફિલ્મ બનવા જઇ રહી છે. આમાં ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીતનું પાત્ર રઝા મુરાદ ભજવશે જ્યારે હનીપ્રીતની ભૂમિકા માટે રાખી સાવંતની પસંદગી થઇ છે. ફિલ્મના તમામ પાત્રોનું કાસ્ટીંગ થઇ ગયું છે અને ફિલ્મનું શૂટિંગ પણ તાજેતરમાં શરૂ થયું છે.
રામરહીમને સીબીઆઇ કોર્ટે ૨૦ વર્ષની સજા ફરમાવી છે. એ ડેરાની સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો છે. હાલમાં એ હરિયાણાની રોહતક જેલમાં બંધ છે. ફિલ્મમાં રામરહીમનાં કરતૂતોનું વર્ણન હશે.

