બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા ન્યૂ યોર્કમાં યુનિસેફ દ્વારા યોજાયેલા કાર્યક્રમ ગ્લોબલ ગોલ્સ એવોર્ડ ૨૦૧૭માં હાજરી આપવા માટે ૨૧મી સપ્ટેમ્બરે પહોંચી હતી. આ કાર્યક્રમમાં પ્રિયંકાએ ક્રિસ્ટિયાનો સિરિઆનો બ્રાન્ડનો વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો હતો. પ્રિયંકાએ પહેરેલા ગાઉનની કિંમત ૪૫૦૦ ડોલર એટલે કે રૂ. ૨,૮૯,૭૮૦ હતી. આ કાર્યક્રમમાં પ્રિયંકાએ છોકરીઓને સશક્તિકરણ માટે પ્રેરણા આપી હતી અને એસિડ એટેકની શિકાર મહિલાઓની મદદ કરવા માટે કામ કરતી એક મહિલાની પ્રશંસા કરી હતી.

