હળવે હૈયે...

જોક્સ

Wednesday 27th September 2017 06:53 EDT
 

રાજુએ પોતાના પપ્પાને કહ્યુંઃ જો પ્રિન્સિપાલ પોતાના શબ્દો પાછા નહીં ખેચેં તો હું સ્કૂલ છોડીને જતો રહીશ.
પપ્પાઃ પણ એમને એવું તો શું કહ્યું?
રાજુઃ એમણે કહ્યું હતું કે તું સ્કૂલ છોડીને જતો રહે.

પપ્પુએ ડોક્ટરને કહ્યુંઃ સાહેબ રોજની ૫૦ રૂપિયાની દવા લઉં છું, પણ કંઈ ફાયદો થતો હોય તેવું લાગતું નથી.
ડોક્ટરઃ આજે હું તમને ૪૦ રૂપિયાની દવા લખી આપું છું, દસ રૂપિયાનો ફાયદો થશે.

ગગો લગ્ન માટે છોકરીને જોવા ગયો. ગગાને છોકરી તો ગમી ગઈ એટલે તેના પિતાની હેસિયત જાણવા તેણે પૂછ્યું.
ગગો: લગ્નમાં તારા પિતાની કાર આપવાની હેસિયત છે?
છોકરી: મારા પિતાની હેસિયત તો વિમાન આપવાની પણ છે, પણ તારા પિતાની હેસિયત છે એરપોર્ટ બનાવડાવવાની?

ભગાને ફાયરબ્રિગેડમાં નોકરી મળી. નોકરીમાં જોડાયો તેના પ્રથમ દિવસે ભગો ઓફિસમાં બેઠો હતો ત્યાં ફોન આવ્યો.
‘જલદી આવો, મારા ઘરે આગ લાગી છે’
ભગો: તમે પાણી રેડ્યું?
સામેથી: હા, પણ આગ ઓલવાતી નથી...
ભગો: તો પછી અમેય આવીને શું કરશું? અમેય આવીને પાણી જ રેડશું ને...

બે બાળકોની માતા ત્રીજી વાર લગ્ન કરી રહી હતી.
મંગળફેરા ચાલતા હતા ત્યાં એક સંતાન રડવા લાગ્યું.
નવવધૂનો જવાબ સાંભળી વરરાજા બેહોશ થઈ ગયા.
જવાબ હતો: ‘ચૂપ થઈ જા, નહીંતર બીજી વાર નહીં લાવું.’

નાનકડા ચીકુએ મમ્મીને પૂછ્યું: મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈ જઈશ કે, મારે ક્યાંય પણ જવું હોય તો તારી પરમિશન નહીં લેવી પડે.
મમ્મી: બેટા, એટલા મોટા તો હજી તારા પપ્પા પણ નથી થયા.

પપ્પુ: ડોક્ટરસાહેબ આ નામની દવા તો આખા શહેરમાં ક્યાંય નથી મળતી.
ડોક્ટર (પ્રિસ્ક્રિપ્શન જોઇને)ઃ અરે... મળે જ ક્યાંથી હું દવા લખવાની ભૂલી ગયો હતો. આ તો મારી સિગ્નેચર છે.

ભગાએ કોર્ટમાં ડીવોર્સ માટે કેસ કર્યો.
ભગોઃ સાહેબ મને મારી પત્નીથી છૂટકારો અપાવો. મને ખુશ રાખવાની તેનામાં જરા પણ ત્રેવડ નથી.
ભગીઃ સાવ જુઠ્ઠા છે, સાહેબ. આખી સોસાયટી મારાથી ખુશ છે, બસ એક આને જ બહુ નખરા છે!

ગગો અને ગગી ફોન પર વાત કરી રહ્યા હતાં.
ગગીઃ મને જ્યારે તારી બહુ યાદ આવે ત્યારે ફોનમાં તારો ફોટો જોઈ લઉં છું.
ગગોઃ અચ્છા! અને જ્યારે મારો અવાજ સાંભળવાનું મન થાય ત્યારે શું કરે છે.
ગગીઃ બીજું તો કંઈ નહીં, બસ કૂતરાને એક લાત મારી આવું છું!

એક પંખી રોજ
‘સળી’ ઉપાડીને
કરે છે માળો...
ને
એક આ માણસ છે
જે રોજ
‘સળી’ કરીને
પીંખી નાંખે છે
બીજાના માળા!


    comments powered by Disqus