મુંબઈઃ ટાઇમ સેલિબ્રિટી વેબસાઇટે તાજેતરમાં કરેલા એક સર્વેક્ષણમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને ડિમ્પલ ગર્લ દીપિકા પદુકોણ પ્રથમ સ્થાને છે. ડિસેમ્બરમાં કરાયેલા આ સર્વેક્ષણમાં આમિરે ૫૪.૬, શાહરુખે ૪૩, સલમાને ૩૮, રણવીરે ૩૫ અને અક્ષયે ૨૯.૯ માર્ક્સ મેળવ્યા હતા. અમિતાભ બચ્ચનને ૨૯ અને હૃતિક રોશનને ૨૮ ગુણ મળ્યા હતા. શાહિદ ૨૫ અંક સાથે નવમા ક્રમે હતો. આ યાદીમાં રિતેશ દેશમુખને ૨૧ અને કરણ જોહરને ૨૦ ગુણાંક મળ્યા હતા. અભિનેત્રીઓમાં દીપિકા પદુકોણને ૨૯ માર્ક્સ મળ્યા હતા. પ્રિયંકા ચોપરાને ૨૮, સોનમ કપૂરને ૨૫, અનુષ્કા શર્માને ૨૪ અંક મળ્યા હતા. જેકલીન ફર્નાન્ડિઝ ૨૩.૫, આલિયા ભટ્ટ ૨૩, શ્રદ્ધા કપૂર ૨૨.૯ સાથે પાંચમા, છઠ્ઠા તેમજ સાતમા સ્થાને રહી હતી. પરિણીતિ ચોપરા ૨૨.૭ ગુણ મેળવીને આઠમા તેમજ સોનાક્ષી સિન્હા ૨૨ ગુણ સાથે નવમા સ્થાને હતી. સની લિયોની ૧૮ ગુણ સાથે દસમા સ્થાને હતી.

