લેસ્ટરઃ શહેરમાં ૩.૫ કિલો હેરોઈન લાવવામાં ગુનેગાર ઠરેલા રોબર્ટ ડુગીડ, ઉસ્માન પટેલ, હબીબ યાકુબ, ઈઝરાયેલ ક્લાર્ક, જોશુઆ હોકિન્સ અને હમઝા અસલમ સહિત કુલ સાતને લેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૦ જાન્યુઆરીએ કેદની સજા ફરમાવી છે. અપરાધીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.
૪૮ વર્ષીય ડુગીડને આઠ મહિનાની સસ્પેન્ડેડ કેદ, ૨૭ વર્ષીય ઉસ્માન અને ૨૧ વર્ષીય હબીબને સાત-સાત વર્ષ, ક્લાર્ક અને અસલમને છ-છ વર્ષ તેમજ જોશુઆ હોકિન્સને પાંચ વર્ષ, આઠ મહિના તથા એહતશાન મહમદને પાંચ વર્ષ, ચાર મહિનાની જેલની સજા કરાઈ છે. આ ઉપરાંત, ઓગસ્ટ ૨૦૧૬માં પટેલ જામીન પર બહાર હતો ત્યારે હોકિન્સ અને મહમદને મળ્યો હતો. આ બન્ને પાસેથી પણ ૯૧૭ ગ્રામ હેરોઈન પકડાયું હતું.
