મુંબઈઃ ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’થી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરનારી હુમા કુરેશીનું કહેવું છે કે, બોલિવૂડમાં પક્ષપાત નથી થતો એવું કહેવું ખોટું છે. ખરેખર તો બોલિવૂડમાં ભાઈ ભત્રીજાવાદ ચાલે છે. જોકે ઇન્ડસ્ટ્રીના લોકો ખૂબ મહેનતુ છે અને પોતાના કામ બાબતે ઝનૂની પણ છે. છતાં તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પરિવારના સંતાન હો તો તમારા માટે કામ સરળ બની જાય છે. હુમાએ વધુમાં એવું પણ કહ્યું કે, હું હંમેશાં સિનિયર કલાકારોની સલાહ લઈને બોલિવૂડમાં આગળ વધી રહી છું.

