અભિનેતા રિશિ કપૂરની બાયોપિક નોવેલ ‘ખુલ્લમ ખુલ્લા અનસેન્સર્ડ’નું તાજેતરમાં જ લોન્ચિંગ થયું છે. આ પુસ્તકમાં રિશિએ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથેની મુલાકાત અને પિતા રાજ કપૂરના અભિનેત્રીઓ સાથેના અંગત સંબંધોનો ઉલ્લેખ કર્યા ઉપરાંત દીકરા રણબીરની સતત નજીક ન રહ્યાના કારણે પિતા-પુત્ર વચ્ચેના સંબંધોમાં હંમેશાં અંતર રહેતું હોવાનું જણાવ્યા પછી હાલમાં એક મુલાકાતમાં કહ્યું છે કે, મને મારા દીકરા રણબીરની એકેય ફિલ્મ જોવી ગમતી જ નથી. જોકે રણબીરને નાનપણથી અભિનય સિવાય અન્ય વાતોમાં રસ પડતો હતો જે મને પસંદ નહોતું. તે હંમેશાં પોતાના સપનાંઓ પોતાની માતા નીતુ કપૂર સાથે શેર કરે છે. જયારે પણ ફિલ્મોની વાત આવે છે તો તે પોતાને અત્યારે પણ અભિનેતા માનતો નથી. તેને સેવન્ટી એમએમની પાછળ રહીને કામ કરવું પસંદ છે. તેને અભિનેતા નહીં પણ કેમેરામેન, દિગ્દર્શક, સેટ ડિઝાઇનર કે ફિલ્મ એડિટર બનવું ગમે છે. અલબત્ત હું તેની ફિલ્મ જોઉં છું, પણ આજ સુધી મને તેની એકેય ફિલ્મ જોકે પસંદ પડી જ નથી.

