• પેટની તકલીફથી છૂટકારો મેળવવા માટે ગોળ એક આસાન અને ફાયદાકારક ઉપાય છે. પેટમાં ગેસ થવો અને પાચનક્રિયા સાથે સંકળાયેલી અન્ય તકલીફો દૂર કરવામાં ગોળ ઘણો ફાયદો કરે છે. જમ્યા બાદ ગોળ ખાવાથી ખોરાક સહેલાઈથી પચી જાય છે.
• ગોળની તાસીર ગરમ હોવાથી એ શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. એ માટે દૂધ કે ચામાં ગોળનો ઉપયોગ કરી શકાય. તમે એનો કાઢો બનાવીને પણ પી શકો.
• ગોળને આદુ સાથે ગરમ કરીને હૂંફાળો ખાવાથી ગળાની બળતરામાં રાહત મળે છે. તેનાથી અવાજ પણ મીઠો થાય છે.
• દરરોજ ગોળના એક ટુકડા સાથે આદુ ખાવાથી સાંધાના દુઃખાવામાં આરામ મળે છે.
• ત્વચા માટે પણ ગોળ બહુ કામની વસ્તુ છે. ગોળ લોહીમાંથી હાનિકારક ટોક્સિન બહાર કાઢી ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે, અને રક્તસંચાર પણ વધારે છે.
• દરરોજ થોડોક ગોળ ખાવાથી ખીલ થતાં નથી અને ત્વચામાં ચમક આવે છે.
• શરીરમાં આયર્નની ઊણપ હોય તો ગોળ તમને ઘણી મદદ કરી શકે છે. ગોળ આયર્નનો એક સારો અને સુલભ સ્ત્રોત છે. એનીમિયાના રોગીઓ માટે પણ ગોળ લાભકારક છે.
• જો તમને બહુ થાક કે કમજોરી લાગતી હોય તો ગોળ ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે અને થાક લાગતો નથી.
• શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં ગોળ મદદ કરે છે. એમાં એન્ટી એલર્જીક તત્વો હોય છે એટલે અસ્થમાના દર્દીને એના સેવનથી લાભ થાય છે.
• પેટમાં ગેસ થતો હોય તો દરરોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળ ખાવાથી પેટમાં ઠંડક થાય છે અને ગેસ થતો નથી.
• દરરોજ સવારે અને રાત્રે જમ્યા બાદ થોડો ગોળ મોંમાં રાખીને ચૂસવાથી પાચન સારું થાય અને ગેસ થતો નથી.
• ગોળ શરીરમાં લોહી શુદ્ધ કરી મેટાબોલિઝમ રેટ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત ગોળ ગળા અને ફેફસાંના ઈન્ફેક્શનના ઈલાજમાં ફાયદાકારક હોય છે.
• ગોળ અને કાળા તલના લાડુ બનાવી ખાવાથી શિયાળામાં અસ્થમાની તકલીફ થતી નથી. શરીરમાં જરૂરી ગરમી જળવાઈ રહે છે.
• પાંચ ગ્રામ ગોળ સમાન માત્રામાં સરસવના તેલમાં મિક્સ કરીને ખાવાથી શ્વાસસંબંધી તકલીફોથી છૂટકારો મળે છે.
• કાનમાં દુઃખાવો થતો હોય તો ગોળ-ઘી ખાવાથી દુઃખાવો મટે છે.
• માસિક ધર્મ દરમિયાનના દિવસોમાં ગોળ ખાવાથી દરેક પ્રકારની તકલીમાં રાહત મળે છે.
• ગોળ ખાવાથી ભૂખ ઊઘડે છે.
• ગોળ એક સારો મૂડ બસ્ટર છે. માઈગ્રેનમાં પણ ગોળ ફાયદો કરે છે.
• ખાટા ઓડકાર આવે તો ગોળ અને સંચળ મિક્સ કરીને ચાટવાથી ફાયદો થાય છે.
• વજન ઘટાડવા માટે પણ ગોળ ખાઈ શકાય.
• આમ તો ગોળની તાસીર ગરમ છે, પરંતુ એને પાણીમાં ઓગાળી પીવાથી તે શરીરમાં ઠંડક આપી ગરમી નિયંત્રિત કરે છે.

