મુંબઇઃ પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણી પત્ની પ્રિયાલીથી અલગ થવા ઇચ્છે છે. એક સત્તાવાર નિવેદનમાં તેણે જણાવ્યું છે કે, ઘણાં વર્ષો સુધી અલગ રહ્યા પછી પ્રિયાલી અને હું છૂટાછેડાની અરજી આપવા જઇ રહ્યા છીએ, પણ એ અમારો અંગત નિર્ણય છે અને સૌ તેનું સન્માન કરે તેવી આશા છે. અમારી વચ્ચે આ બાબતે કોઈ મનભેદ પણ નથી. અમારા બંનેના પરિવાર એકબીજાની ખૂબ જ નજીક છે અને આગળ પણ રહેશે.

