• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા ભોજન ભજન કાર્યક્રમનું શનિવાર તા.૪-૨-૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર,૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JNખાતે આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01613 302 085
• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘ ડુ ધ રાઈટ થીંગ એઝ અ હિંદુ’ વિષય પર વેર્નર એફ. મેન્સ્કીના પ્રવચનનું શનિવાર તા.૪-૨-૧૭ સાંજે ૬.૩૦ વાગે બેલગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલે સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે શનિવાર તા.૪-૨-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402
• ગાયત્રી પરિવાર દ્વારા પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું રવિવાર તા.૫-૨-૧૭ બપોરે ૧ વાગે માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ, HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીખીલભાઈ ભટ્ટ07455 578 178
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૪-૨-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૫-૨-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૫-૨-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે ‘એન આર્ટ હિસ્ટ્રી ઓફ ધ ઈન્ડિયન
સબ-કોન્ટિનન્ટ’ વિષય પર પદ્મશ્રી ડો. જહોન આર માર અને શ્રીમતી વેન્ડી મારના પ્રવચનોનું તા.૨૩-૨-૧૭ થી તા. ૪-૫-૧૭ સુધી દર ગુરુવારે સાંજે ૬ થી રાત્રે ૮ દરમિયાન આયોજન કરાયું છે.
સંપર્ક. 020 7381 3086
• ઓમ શક્તિ ડે સેન્ટર ક્રિસમસ અને નૂતન વર્ષની રજાઓ બાદ તા.૮-૨-૧૭, બુધવારથી ફરી શરૂ થઇ રહ્યું છે. સેન્ટર દર બુધવારે સવારે ૯-૩૦થી બપોરના ૩ સુધી હેરો લેઝર સેન્ટર ખાતે ચાલશે. જ્યાં નીતનવી પ્રવૃત્તિઓ, યોગા, કસરતો, ધાર્મિક પ્રસંગોની ઉજવણી સહિત વિવિધ કાર્યક્રમ ચાલશે. સંપર્ક: રંજનબેન માણેક 07930 335 978
• જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે દર સોમવારે સાંજે ૬થી રાત્રે ૮.૩૦ દરમિયાન યોગા, દર ગુરુવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન જલારામ ભજન અને પ્રસાદ તથા દર શનિવારે બપોરે ૧થી ૩ સુધી હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
