સૈયદ-મોદી બેડમિન્ટન ટૂર્નામેન્ટઃ સિંધુ અને સમીર ચેમ્પિયન

Wednesday 01st February 2017 05:47 EST
 
 

લખનઉઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને સમીર વર્મા સૈયદ-મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અનુક્રમે મહિલા અને પુરુષ સિંગલ્સમાં ચેમ્પિયન બન્યા છે.
સિંધુએ ઇન્ડોનેશિયાની ર્જ્યોજિયા મારિસ્કને ૨૧-૧૩, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો જ્યારે સમીર વર્માએ ભારતના જ બી. સાંઈ પ્રણિથને ૨૧-૧૯, ૨૧-૧૬થી પરાજય આપી ટાઇટલ જીત્યું હતું.
૧૨૦મી રેન્ક ધરાવતી મારિસ્કા અને સિંધુ બીજી વખત આમનેસામને ટકરાઈ રહ્યા હતા જેમાં સિંધુએ આ વિજય સાથે ૨-૦નો જીતનો રેકોર્ડ બનાવી લીધો છે. સિંધુએ બંને સેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને મારિસ્કાને મેચમાં પરત ફરવાની તક આપ્યા વિના ટાઇટલ જીતી લીધું હતું.
સમીર અને પ્રણિથ વચ્ચે ૪૪ મિનિટ ચાલેલી મેચમાં પ્રણિથે પ્રથમ સેટમાં શરૂઆતથી જ આગળ રહેતાં ૧૪-૯ની લીડ મેળવી લીધી હતી ત્યારે સમીર વર્માએ મેચમાં પરત ફરતાં લીડ ઘટાડી ૧૬-૧૭ કરી હતી. સમીરે સતત પાંચ ગેમ જીતીને પ્રથમ સેટ ૨૧-૧૯થી જીતી લીધો હતો.


comments powered by Disqus