ત્રણ મહિના કરતાં પણ વધુ સમયથી ચાલતા રિયાલિટી શો ‘બિગ બોસ’ની સિઝન ૧૦નો ગ્રાન્ડ ફિનાલે તાજેતરમાં ટીવી પર પ્રદર્શિત થયો. આ સિઝનમાં સેલિબ્રિટી અને આમ આદમી એમ બે પ્રકારના લોકો બિગ બોસ હાઉસમાં રહેતા હતા જેમાં આમ આદમી તરીકે એન્ટ્રી લેનારો મનવીર ગુર્જર વિજેતા જાહેર થયો હતો.
સેલિબ્રિટી વીજે બાની રનર્સઅપ રહી હતી.

