બિપાશાએ પતિ કરણસિંહના જન્મદિને સરપ્રાઈઝ પાર્ટી આપી

Wednesday 01st March 2017 05:33 EST
 
 

બિપાશા બસુના પતિ કરણસિંહ ગ્રોવરનો ૩૫મો જન્મદિન ઉજવવા  બિપાશાએ  ૨૬મીએ ગોવામાં સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. બર્થ ડે પાર્ટીમાં બિપાશાની બહેનો, ફિટનેસ ટ્રેનર ડિને પાંડે, ફેશન ડિઝાઇનર રોકી એસ હાજર હતા.  હાલમાં જ આ યુગલે પોતાના વેકેશનના કેટલાક ફોટો અને વીડિયોઝ શેર કર્યા છે. જેમાંથી એક ફોટોમાં કરણ અને બિપાશા સ્વિમિંગ પુલમાં દેખાય છે. એક વીડિયોમાં બંને લિપલોક કિસ કરતાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કરણના આ ત્રીજા લગ્ન છે. ટીવીસ્ટાર શ્રદ્ધા નિગમ સાથેના લગ્ન ૧૦ દિવસમાં જ તૂટી ગયા પછી ટીવીસ્ટાર જેનિફર વિંગેટ સાથે કરણે બીજા લગ્ન કર્યાં તે પણ લાંબુ ખેંચી શક્યા નહોતા.


comments powered by Disqus