બીજા વિશ્વયુદ્ધ સમયની પૃષ્ઠભૂમિ ધરાવતી એક્શન ઇમોશન રોમાન્સથી ભરપૂરઃ ‘રંગૂન’

Wednesday 01st March 2017 05:30 EST
 
 

ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ ‘રંગૂન’ રિલીઝ થઈ ચૂકી છે.
બીજા વિશ્વયુદ્ધ સમયે ભારતની પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ ધરાવતી વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ એક્શન, ઇમોશન અને રોમાન્સથી ભરપૂર છે. વિશ્લેષકોના મતે આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે. સૈફઅલી ખાન, કંગના રાણાવત અને શાહિદ કપૂર અભિનિત પ્રણયત્રિકોણ ધરાવતી ફિલ્મ ‘રંગૂન’માં કંગનાની એક્ટિંગ ઘણી વખણાઈ છે. કંગનાની સાહજિકતા જ અભિનય માટે તેની સૌથી મોટી ખૂબી છે. એ ફિલ્મમાં ઊડીને આંખે વળગે છે. સૈફ અને શાહિદની એક્ટિંગ પણ સારી છે. અંગ્રેજ જનરલનું પાત્ર નિભાવતા બ્રિટીશ કલાકાર રિચર્ડ મેકેબની ડાયલોગ ડિલિવરી પણ સારી છે.
ઉલ્લેખનીય છે કે કંગના શાહિદ અને કંગના સૈફ વચ્ચેના કિસિંગ સીન્સ અને ગરમાગરમ દૃશ્યોના કારણે પણ આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાથી ઘણી ચર્ચામાં રહી છે. ફિલ્મમાં ૧૯૪૩નું વાતાવરણ જોવા મળશે. ફિલ્મના સંવાદો સારા હોવાનું ફિલ્મ વિવેચકોએ જણાવ્યું છે. ફિલ્મના લોકેશન્સ અને ડોલી અહલુવાલિયાના કોસ્ચ્યુમ્સ ફિલ્મને વાસ્તવિક બનાવવામાં ઘણી મદદ કરે છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે, ગુલઝારના લખેલા ગીતો અને વિશાલ ભારદ્વાજનું સંગીત. ફિલ્મના મોટાભાગના ગીતો સાંભળવા ગમે તેવાં છે.


comments powered by Disqus