સરકારે સ્વચ્છ ભારત મિશન માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ૪૧ વર્ષીય શિલ્પા ટીવી અને રેડિયો અભિયાનોમાં લોકોને રસ્તા સ્વચ્છ રાખવા પ્રોત્સાહિત કરશે. શહેરી વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને સ્વચ્છ ભારત મિશન (શહેર)ના ડિરેક્ટર પ્રવીણ પ્રકાશે આ મુદ્દે કહ્યું હતું કે, શિલ્પા શેટ્ટીનો આ અભિયાન માટે સંપર્ક કર્યો અને તે રાજી થઈ ગઈ. આ અભિયાનના દૂતોની યાદીમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શંકર મહાદેવન અને સચિન તેંડુલકર અગાઉથી સામેલ છે.

