સંસ્થા સમાચાર તા. ૪-૩-૧૭ માટે

Tuesday 28th February 2017 15:50 EST
 

• લેસ્ટર ફ્રેન્ડઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝના કાર્યક્રમો • શનિવાર તા.૪-૩-૧૭ સાંજે ૬.૩૦ વાગે ‘રિલિજન ઈન પબ્લિક લાઈફ – મુસ્લિમ એન્ડ હિંદુ કમેન્ટ’ વિષય પર ચર્ચા, બેલગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF • રવિવાર તા.૧૨-૩-૧૭ સવારે ૮ વાગે તીર્થયાત્રા - સ્પોન્સર્ડ વોક. જલારામ મંદિર, નારબરો રોડ, લેસ્ટર LE3 0LFથી શરૂ થશે. સંપર્ક. શોભા ત્રિવેદી 01162 680 306
• નહેરુ સેન્ટર, યુકે દ્વારા કેનેડાના તબલાવાદક શોન મેતીવેત્સકીના તબલા વાદનના કાર્યક્રમનું શુક્રવાર તા.૩-૩-૧૭ સાંજે ૬.૩૦ વાગે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે શનિવાર તા.૪-૩-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ અને સાંજે ૭.૩૦ હનુમાન ચાલીસાનું આયોજન કરાયું છે. સંપર્ક. 01162 661 402
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૪-૩-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૫-૩-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે ૫.૧૫ વાગે મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૫-૩-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈ-બહેનો છે. સંપર્ક. 020 8459 5758
• ગુર્જર હિંદુ યુનિયનની વાર્ષિક સાધારણ સભાનું રવિવાર તા.૧૨-૩-૧૭ બપોરે ૨ વાગે એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર રોડ, આઈફિલ્ડ એવન્યુ, ક્રાઉલી, વેસ્ટ સસેક્સ RH11 0AF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01293 530 105
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૯.૩૦ સુધી અને આરતી રાત્રે ૮ વાગ્યે અને તે પછી પ્રસાદ વિતરણ, દર શનિવારે હનુમાન ચાલીસા સવારે ૧૦.૩૦ થી બપોરના ૧ સુધી અને તે પછી પ્રસાદ. યજમાનો આવકાર્ય છે. મંદિર દરરોજ સવારે ૮થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સંપર્કઃ 07958 275 222.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. દર્શન - મંગળા સવારે ૭.૩૦, શ્રીંગાર સવારે ૧૦, રાજભોગ બપોરે ૧૨, ઉથાપન સાંજે ૪, ભોગ સાંજે ૫ વાગે શયન દર્શન સાંજે ૬ વાગે થશે. મનોરથોનો લાભ મળશે. શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલીમાં આવો. હવેલી મુખિયાજી બાલુભાઈ ત્રિવેદી સંપર્ક. 07958 275 222.

•••

હોળી પર્વના કાર્યક્રમો
• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા હોળીની ઉજવણીનું રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૫.૩૦થી રાત્રે ૮.૦૦ દરમિયાન ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01613 302 085
• શ્રી સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રાઉલી, વેસ્ટ સસેક્સ RH11 0AF ખાતે હોળી નિમિત્તે સોમવાર તા. ૧૨-૩-૧૭ સાંજે ૬ વાગે હોળી પ્રાગટ્ય અને આરતી તેમજ મંગળવાર તા.૧૩-૩-૧૭ સવારે ૧૦.૩૦ વાગે ધૂળેટી દર્શન થશે. સંપર્ક. 01293 530 105.
• BAPA'S YOUTH દ્વારા રવિવાર, તા.૧૨-૩-૧૭ હોળી નિમિત્તે રંગોત્સવ, હોળી પ્રાગટ્ય કાર્યક્રમનું બપોરે ૨ વાગે SKLPC, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક.
• શ્રી સનાતન મંદિર દ્વારા શનિવાર તા.૧૧-૩-૧૭ સાંજે પ વાગે હોળીની ઉજવણીનું કોસિંગ્ટન રિક્રિએશન ગ્રાઉન્ડ, રેન્ડેલ સ્ટ્રીટ, લેસ્ટર LE1 4RQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 661 402
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે રવિવાર તા. ૧૨-૩-૧૭ સાંજે ૫.૩૦ વાગે હોળી પૂજા અને હોળી પ્રાગટ્યનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૭ થી ૯.૩૦ દરમિયાન હોળી પૂજાનું ૨૬B, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, બ્રોડવે માર્કેટ સામે, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કિરણ પટેલ07814 005 096
• શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રવિવાર તા.૧૨-૩-૧૭ સાંજે ૫ વાગ્યાથી હોળી પૂજા અને હોળી પ્રાગટ્યનું આયોજન કરાયું છે. સંપર્ક. 07958 275 222

હોળી પર્વના કાર્યક્રમો અંગે સૂચના

આગામી તા. ૧૨મી માર્ચ, ૨૦૧૭ના રોજ ‘હોળી ધુળેટી પર્વ’ની ઉજવણી બ્રિટનભરમાં કરવામાં આવશે. આપના સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા ‘હોળી ધુળેટી પર્વ’ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં પ્રસિધ્ધ કરવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૭-૩-૧૭ પહેલા મોકલવા વિનંતી છે.

•••

અવસાન નોંધ
મૂળ વતન ધર્મજના ઘણાં વર્ષો લુસાકા - ઝામ્બિઆમાં રહ્યા બાદ હાલ યુકે આવી લંડનમાં પહેલાં એક્ટન અને પછી વુસ્ટરપાર્ક – કિંગ્સ્ટનમાં રહેતા શ્રી રજનીભાઇ શિવાભાઇ કુબેરભાઇ પટેલ (૬૭) ભારત ફરવા ગયા હતા, ત્યાં તા. ૨૭-૨-૨૦૧૭ મંગળવારે નડિયાદમાં અચાનક દેવલોક પામતાં સર્વ કુટુંબીજનોમાં
ભારે આઘાત - શોક વ્યાપી ગયો છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત પૂણ્યાત્માને શાશ્વત શાંતિ આપે એજ પ્રાર્થના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:


comments powered by Disqus